બગસરા તાલુકાના કડાયા ગામે પાંચ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાતા નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગ પણ દોડી ગયો હતો અને બાળકીને ફાડી ખાનાર સિંહને ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂર્યો હતો. આ બાબતે વનવિભાગ દ્વારા તાત્કાલિક ભોગ બનનાર બાળકીના પરિવારને વનવિભાગે જરૂરી કાર્યવાહી કરી રૂ.પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો. ચેક અર્પણ સમયે ધીરૂભાઈ માયાણી, રમેશભાઈ સતાસીયા, બાબુભાઈ કાનાણી, રાજદીપભાઈ ધાધલ, સરપંચ અશ્વિનભાઈ, વાડી માલિક સહિત ઉપÂસ્થત રહ્યાં હતા.