આમ તો કહેવત છે કે, જા મહેનત કરવામાં આવે તો ઉત્તમ ખેતી છે. વંશ પરંપરાગત ખેતી એ જીવન નિર્વાહ પધ્ધતિ હતી પરંતુ આજે સમય બદલાયો છે. લોકો ખેતીને વ્યવસાયલક્ષી નહિ બનાવે તો ખેડૂતો ને નુકસાન થશે. પાકનું વાવેતર અને તેની આવક સાથે વેલ્યુએશન કરીને સારી આવક કઈ રીતે મેળવી શકાય તે પધ્ધતિઓ સાથે આજે ખેડૂતાને ખેતી કરતા કરાયા છે. જે આવકારદાયક બાબત છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુકીયા રાવણી ગામના ખેડૂત લાલજીભાઈ ઉકાભાઈ વાછાણી છેલ્લા બે વર્ષથી ૧૦-૧૦ વિઘામાં કોઠીલાનું વાવેતર કરે છે. ત્રણ મહિનાના આ પાકમાં રાસાયણિક ખાતરો,જંતુનાશક દવાઓ વિના સારૂ ઉત્પાદન મેળવીને વેલ્યુએશન બનાવીને વેચાણ કરવામાં આવે છે. ખૂબ સારી આવકો પણ મેળવી શકાય છે. આવા પ્રગતિશીલ ખેડૂતો નવો રાહ ચિંધી રહ્યા છે. આવા ખેડૂતોને પ્રવિણભાઈ આસોદરીયા નવો રાહ ચિંધી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી લેબથી લેન્ડ સુધી એટલે કે લેબોરેટરીના સંશોધનો જમીન ઉપર લાવીને ખેતીને સમુધ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આવા પ્રગતિશીલ ખેડૂતાએે નવો રાહ ચિંધ્યો છે.