રાજ્યમાં ઉતરપૂર્વ તરફના ફૂંકાય રહ્યા છે.અને વેસ્ટર્ન ડીસ્ટર્બન પણ પસાર થઈ ગયું છે. જેના કારણે રાત્રી દરમિયાન ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ૨ થી ૩ ડીગ્રી ગગળ્યું.અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી ૪૮ કલાક ઠંડી જોર વધશે. અને લઘુતમ તાપમાન બેથી ત્રણ ડીગ્રી તાપમાન ગગડશે.
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક વિજીનલાલ જણાવ્યું છે કે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં અગામી ૪૮ કલાક ઠંડા અને સૂકા પવન ફૂંકાશે.અન્ય શહેરના લઘુતમ તાપમાનમાં પણ ૨થી ૩ ડીગ્રી ઘટવાનું અનુમાન છે.લઘુતમ તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે.
રાજ્યમાં આજે પણ લઘુતમ તાપમાન ગગળ્યું.અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.આગામી ૪૮ કલાક ઠંડીનું પ્રમાણ વધશે.આજે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૩ ડીગ્રી ઘટીને ૧૬.૮ ડીગ્રી નોંધાયું છે.જ્યારે નલિયાનું ૧ ડીગ્રી લઘુતમ તાપમાન ઘટીને ૮.૮ ડીગ્રી નોંધાયું છે.તો કંડલાનું લઘુતમ તાપમાંન ૧૦.૮ ડીગ્રી અને ડીસાનું લઘુતમ તાપમાન ૧૩.૮ નોંધાયું છે.
શિયાળાની ઋતુ ચાલુ થઈ છે પરંતુ શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. બેવડી ઋતુઓ અહેસાસ થઈ રહ્યો છે. જો કે ગુજરાતમાં ડિસેમ્બર અને જોન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધુ રહે છે. જો કે ડિસેમ્બર મહિના એક સપ્તાહ વીતી ગયો છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન નોર્મલ કરતા ઊંચું છે.પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાક કચ્છમાં કોલ્ડ વેવ રહેશે અને સૌરાષ્ટÙ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ૨ થી ૩ દિવસ ઠંડીનું જોર વધશે અને ૩ દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે.અને તાપમાન ઊંચું નોંધાશે.જેના કારણે ઠંડીનો જોર ઘટી જશે.મહત્વપૂર્ણ છે કે વારંવાર પવનની દિશા બદલાય છે જેના કારણે તાપમાન પણ ફેરફાર થઈ રહ્યા છે જેની અસર કૃષિ પાક પર થઈ રહી છે.