રોપ-વે પ્રોજેક્ટ માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પ કટરામાં પ્રસ્તાવિત છે. તેના વિરોધમાં શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ ૭૨ કલાકના બંધનું એલાન આપ્યું છે. બુધવારે સમિતિએ વિરોધ રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે પવિત્ર સ્થળોને પર્યટન સ્થળોમાં ફેરવવાના આ વલણને રોકવું જાઈએ.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, શ્રી માતા વૈશોદેવી મંદિર સુધી પ્રસ્તાવિત ?૨૫૦ કરોડના રોપવે પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા કટરાના સ્થાનિક લોકો પર લાઠીચાર્જ નિંદનીય છે. સંઘર્ષ સમિતિ સામે બિનજરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેના ૧૮ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પવિત્ર સ્થળોને પર્યટન સ્થળોમાં ફેરવવાના આ વલણને રોકવું જોઈએ. આ માત્ર હજારો લોકોની આજીવિકાને જ જાખમમાં મૂકે છે પરંતુ આ સ્થળોના આધ્યાત્મિક હેતુ અને સાંસ્કૃતિક મહત્વનો પણ અનાદર કરે છે. સત્તાવાળાઓએ પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરવો જાઈએ અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવા જાઈએ.
સમિતિના નેતા ભૂપિન્દર સિંહે આરોપ લગાવ્યો કે સરકાર આ મુદ્દાથી દૂર જઈ રહી છે. આ સરકાર કટરાના લોકોને રસ્તા પર આવવા મજબૂર કરી રહી છે. અમે હજારો લોકોની નોકરી બચાવવા માટે પ્રોજેક્ટ બંધ કરવાની માંગ કરી રહ્યા છીએ. વહીવટીતંત્રે અમને આપેલા વચન મુજબ અમારી સાથે વાતચીત કરવાની હતી. પરંતુ, તેઓ અમને કસ્ટડીમાં લેવા માટે પોલીસની મદદ લઈ રહ્યા છે.
આ મામલે પૂર્વ મંત્રી જુગલ કિશોરે કહ્યું કે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરવો ખોટું છે. શાંતિપૂર્ણ વિરોધીઓ સામે બળપ્રયોગની નિંદા કરો. પોલીસ કાર્યવાહીનો ઉદ્દેશ્ય કટરામાં પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો છે. આ સ્વીકાર્ય નથી. રોપવે પ્રોજેક્ટના વિરોધમાં બુધવારે ઘોડીના માલિકો, દુકાનદારો અને અન્ય હિસ્સેદારો દ્વારા ૭૨ કલાકની હડતાળ શરૂ થઈ હતી, એમ સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું.