કચ્છ  જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં ચાર જેટલા હત્યાના બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગુરૂવારના રોજ કચ્છ વેસ્ટના મુન્દ્રા ખાતે આવેલા બોરાણા સર્કલ નજીક યસ વોટર પ્લાન્ટ નામની કંપની પાસે ૨૦ વર્ષીય ઓમચંદ્ર નામના મૂળ ઝારખંડના વતનીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કોઈ કારણોસર યુવકની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવા સહિતની કામગીરી શરૂમાં છે.યુવાનની હત્યાના સમગ્ર મામલે મુન્દ્રા પોલીસ દ્વારા હત્યા કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કચ્છના મુન્દ્રા ખાતે નોકરી કરવા માટે મૃતક ઓમચંદ્ર માજી ૩૧ તારીખના રોજ ઝારખંડથી આવ્યો હતો. તેમજ મુન્દ્રા ખાતે શ્રમિક વસાહતમાં પોતાના મિત્રો સાથે રહેતો હતો. દરમિયાન ગુરુવારના રોજ સવારના સમયે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.બુધવારના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કારૂડા ગામ ખાતે રાજબાઈ માતાજીના મંદિરના આગળના ભાગમાં યોજાયેલા વાર્ષિક મેળા સ્થળે બપોરના ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં ૧૯ વર્ષીય નરેશ મઢુતરિયા નામના વ્યક્તિની જાહેર ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. નરેશ મઢુતરીયા ચાર મહિના પૂર્વે પોતાની પ્રેમિકા સોનલ પરમારને ભગાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. તે સમયે પાછળથી સોનલનો પરિવાર પણ નરેશના ઘરે પહોંચ્યો હતો. તેમજ બંને પરિવાર દ્વારા સમાધાન થતાં સોનલ તેના પરિવાર સાથે પરત ગઈ હતી. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ રાપર તાલુકાના સોનલ વખતે ખબુડી માતાજીના મેળામાં સોનલના કાકા નવીન પરમાર તેમજ કાંતિ પરમાર તેમજ ભીખા પરમાર સહિતના વ્યક્તિઓએ નરેશને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તું મારી ભત્રીજી સોનલને કેમ ભગાડીને લઈ ગયો હતો? તેમજ તું તેને હજુ પણ હેરાન પરેશાન કરે છે. તેમજ ધમકી આપતા કહ્યું હતું કે આજે તો તને જવા દઈએ છીએ પરંતુ બીજીવાર સામે મળતો નહીં નહિતર જાનથી મારી નાખીશું. આમ, અગાઉની બાબતનું મન દુઃખ રાખીને મેળાના સ્થળે ભીખા પરમાર દ્વારા નરેશને પકડી રાખવામાં આવ્યો હતો. તેમજ નવીન પરમાર અને કાંતિ પરમાર દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે ઘા ઝીંકવામાં આવતા નરેશનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. નરેશ મઢુતરીયા મજૂરી કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.૧ સપ્ટેમ્બર ના રોજ કચ્છના ભચાઉના નંદગામ પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ નજીક પ્રાઇવેટ કંપનીમાં કામકાજ કરનારા ૩૦ વર્ષીય હર્ષ શર્મા નામના શ્રમિકની માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હર્ષ શર્માની સાથે અન્ય શ્રમિક દ્વારા કોઈ બાબતે ઝઘડો થતાં હર્ષની હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારી ૧૯ વર્ષીય સાક્ષી ખાનીયા ( ભાનુશાળી ) નામની વિધાર્થિનીનું તેના પૂર્વ પ્રેમી ૨૩ વર્ષીય મોહિત સિદ્ધપુરા દ્વારા પોતાના મિત્ર જયેશ ઠાકોર સાથે મળીને ૨૮ સપ્ટેમ્બરના રોજ સંસ્કાર કોલેજની બહાર જીવલેણ હુમલો કરવામાં આવતા સારવાર દરમિયાન શુક્રવારના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ સાક્ષીનુ મૃત્યુ થયુ હોવાનુ સામે આવ્યું હતું.