કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાનો ધમધમાટ જાવા મળ્યો છે. કચ્છની ટ્રાન્સવર્લ્‌ડ ફર્ટિકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ડીઆરઆઇ એસઆઇબી કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.ઝોનમાં આવેલ ટ્રાન્સવર્લ્‌ડ ફર્ટિકેમમાં તપાસ યથાવત છે.છેલ્લાં ત્રણ દિવસથી દરોડાની તપાસ કામગીરી યથાવત છે.

મહત્વપૂર્ણ છે કે  ટ્રાન્સવર્લ્‌ડ ફર્ટિકેમ કંપનીનાં માલિક  યુસુફ ધાનાની છે.જયારે ઓપરેટિંગ ડાયરેકર પદે દિલીપ ગડીયા હોવાની જાણકારી સામે આવી છે.સયાજી રિયલ્ટી ગ્રુપ સંલગ્ન આ કંપની છે.જેમાં ફર્ટિલાઈઝર ઇમ્પોર્ટમાં પ્રતિબંધિત યુરિયા એક્સપોર્ટની તપાસ હાથ ધરાઇ છે.યુરિયા કૌભાંડની આશંકાએ તપાસ કરાતા તપાસને અંતે કરોડોનાં કૌભાંડની શકયતા વ્યક્ત કરાઇ છે.