કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલી સમાધોધા જિંદાલ સો લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા અનેક શ્રમજીવીઓ પર રોજગારનું મોટું સંકટ ઊભું થયું છે. કંપની દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લગભગ ૬૦૦ જેટલા કામદારોને મેસેજ મોકલવામાં આવ્યો કે તેઓ બીજા દિવસે નોકરીએ હાજર ન રહે તેઓને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.આ અચાનક લેવાયેલા નિર્ણયથી લાંબા સમયથી સેવા આપતા શ્રમજીવીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થાનિક લોકો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી પોતાના પરિવારને છોડીને અહીં રોજીરોટી માટે આવેલા શ્રમજીવીઓ વર્ષોથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ સવારે નિયમ મુજબ પંચિંગ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની પંચિંગ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે તેઓ અંદર પ્રવેશી શક્્યા નહી.બેરોજગાર થયેલા કામદારોએ કંપનીના ગેટ પાસે વિરોધ સાથે ધરણા યોજી વ્યથા ઠાલવી છે. સ્થાનિક આગેવાન શÂક્તસિંહ જાડેજાએ જણાવ્યું કે , કંપની દ્વારા પૂર્વ સૂચના કે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના અચાનક આ નિર્ણય લેવાયો છે, જેના કારણે શ્રમિકોની રોજીંદી આવક બંધ થઈ ગઈ છે. બહારથી આવેલા કામદારો પોતાના પરિવારથી દૂર રહીને ગુજરાન ચલાવતા હતા, હવે તેઓ બેરોજગાર થતા મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. શ્રમજીવીઓ માંગ કરી રહ્યા છે કે કંપની તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે અથવા પછી તેમને યોગ્ય વળતર સાથે વિકલ્પ રૂપે રોજગારની વ્યવસ્થા કરે. નહીં તો તેઓ પોતાના હક્ક માટે આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.









































