ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ગાજવીજ અને તોફાની વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાડ પડ્યો હતો. ત્યારે વીજળી પડવાના કારણે મોત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે કચ્છના ભચાઉ તાલુકામાં પણ વીજળી પડી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા.
ભચાઉના ચોબારી ગામમાં વીજળી પડવાના કારણે બે લોકોના મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ગુજરાતમાં વીજળી સાથે વરસાદના કારણે અત્યાર સુધીમાં આશરે છ લોકોએ પોતાનોજીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે ગુજરાતમાં વિવિધ જગ્યાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે કચ્છના ભચાઉના ચોબારી ગામમાં આજે સોમવારે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ચોબારી ગામમાં વાડી વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા. પરિવારના સભ્યોએ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.