મુંબઈની બઝારગેટ સ્ટ્રીટમાં રહેતાં સિનિયર સિટિઝન મહિલા તેમનાં નણંદ સાથે કચ્છના બિદડાના જાણીતા નેચર ક્યાર સેન્ટરમાં સારવાર કરાવવા ગયાં હતાં. ત્યાં તેમના દાગીના અને કૅશ મળીને ૨૬.૮૦ લાખ રૂપિયાની મતા ચોરાઈ ગઈ હતી. આ સંદર્ભે તેમણે કોડાય પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ચોરીની આ ઘટનાનો ભોગ બનેલાં ૬૭ વર્ષનાં કાજલ મહેન્દ્ર વેરશી શાહ ૧૭ જુલાઈએ બિદડાના સર્વોદય ટ્રસ્ટના રતનવીર નેચર ક્યાર સેન્ટર ઍન્ડ તારામતી વેલનેસ સેન્ટરમાં સારવાર માટે ગયાં હતાં. ત્યાં તેમને પ્રાકૃતિક સારવારનાં અલગ-અલગ સેશન્સમાં હાજર રહેવું પડતું હતું. કાજલબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે સારવાર માટે મડ થેરપી અને આૅઇલ થેરપીનાં સેશન્સમાં ભાગ લેવાનો હતો એટલે મેં મારા દાગીના કાઢી રૂમાલમાં બાંધીને અમને જે રૂમ ફાળવવામાં આવી હતી એના કબાટમાં મૂક્યા હતા. અમે જ્યારે પણ રૂમમાં આવીએ અને કપડાં બદલીએ ત્યારે એના પર મારી નજર રહેતી હતી. જાકે બીજી આૅગસ્ટે દાગીના બાંધેલો રૂમાલ નજરે ન ચડતાં તપાસ કરી હતી, પણ એ ન મળી આવતાં આખરે અમે ટ્રસ્ટના પદાધિકારીઓને આ સંદર્ભે વાત કરી હતી અ?ને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલ ટ્રસ્ટના પદાધિકારીઓ અમને આ બાબતમાં સહકાર આપી રહ્યા છે. અમને ફાળવેલી રૂમમાં કેટલાક બીજા ગેસ્ટ અને દરદીઓ પણ રહ્યા હતા અને ટ્રસ્ટના હાઉસકીપિંગ અને અન્ય સ્ટાફની પણ અવરજવર રહેતી હતી. જાકે અમને કોઈ પર શક નથી.’
રતનવીર નેચર ક્યાર સેન્ટર ઍન્ડ તારામતી વેલનેસ સેન્ટરના પદાધિકારી ભાવિન રાજગોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૦૦૯થી આ સેન્ટર ચલાવીએ છીએ, પણ આ રીતની ચોરીની ઘટના આજ સુધી બની નથી. આવું પહેલી જ વાર બન્યું છે. અમારા સ્ટાફમાં વર્ષો જૂના લોકો કામ કરે છે. પાંચ વર્ષ, સાત વર્ષ અને કેટલાક તો ૧૩ વર્ષથી અમારી સાથે કામ કરે છે; પણ કોઈની આ રીતની ફરિયાદ આવી નથી. અમે રૂમની બહાર ક્લોઝ્ડ ?સર્કિટ ટેલિવિઝન (ઝ્રઝ્ર્‌ફ) કૅમેરા લગાડ્યા છે જેનાં ફુટેજ પોલીસને પણ સોંપ્યાં છે. આ ઉપરાંત પોલીસ જે પણ સ્ટાફ-મેમ્બરની પૂછપરછ કરવા માગે છે તે બધા તેમને તપાસમાં સહકાર આપી રહ્યા છે. હાલ કેસની તપાસ ચાલુ છે.’
કોડાય પોલીસ-સ્ટેશનનો ચાર્જ સંભાળી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર ડી. ડી. શિમ્પીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ચોરીની ફરિયાદ નોંધાયા બાદ અમે ગુનો નોંધીને કેસની તપાસ ચાલુ કરી છે. સેન્ટરના સ્ટાફ સિવાય બહારની વ્યક્તિઓની પણ સેન્ટરના કમ્પાઉન્ડમાં અવરજવર રહેતી હોય છે. અમે ઝ્રઝ્ર્‌ફ કૅમેરાનાં ફુટેજના આધારે એ રૂમમાં કોણ-કોણ ગયું હતું એ ચકાસીને એ મુજબ તપાસ આગળ વધારી રહ્યા છીએ. એ લોકોના કાલ ડીટેલ રેકાર્ડ્‌સ, તેમની વર્તણૂક, તેમના બૅકગ્રાઉન્ડ વગેરેની તપાસ કરી રહ્યા છીએ. આઠ-દસ જણની પૂછપરછ કરીને તેમનાં સ્ટેટમેન્ટ્‌સ લેવાનું કામ હાલ ચાલી રહ્યું છે. એની સાથે જ અમે ફરિયાદીને તેમના દાગીનાના ફોટો હોય તો એ આપવા કહ્યું છે જેથી એ દિશામાં (ચોરે કોઈને વેચ્યા હોય તો) એ રીતે પણ એને આઇડેન્ટીફાઇ કરી શકાય. ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લેવાના અમારા પ્રયાસો ચાલુ જ છે.’