કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. પ્રાથમિક વિગતો મુજબ લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠેથી ૭ ડ્રગ્સના પેકેટ મળ્યા છે.બીએસએફ જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજા લઈ તપાસ માટે મોકલાયા છે. નોંધનીય છે કે, કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ અનેક વાર બિનવરસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠેથી અવાર-નવાર ડ્રગ્સ મળી આવતું હોય છે. જેમાં ખાસ કરી કચ્છના દરિયાકાંઠેની બિનવરસી ડ્રગ્સ મળી આવે છે. આ ક્રમમાં ફરી એકવાર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળી આવ્યું છે. માહિતી પ્રમાણે લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળ્યા છે. બીએસએફ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ડ્રગ્સના ૭ પેકેટને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે.
સુરતમાં નસેડી ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. એવામાં હવે બીઆરટીએસ બસમાં યુવકનો ડ્રગ્સના નશામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઈસમ પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના નશામાં ધૂત ઇસમે અડાજણ થી કામરેજ જતી બસમાં ચડી ઉત્પાત મચાવ્યો હતો. આ સાથે વાયરલ વીડિયોમાં તે ગાળો બોલી રહ્યાનું સંભળાય છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, નશા મુક્ત સુરત અને નશા મુક્ત ગુજરાતની વાતો કરતી પોલીસની જાણ બહાર આ માફિયાઓ પાસે ડ્રગ્સ આવ્યું ક્યાંથી ?










































