કચ્છના જખૌની દરિયાઈ સીમામાંથી પકડાયેલ ૨૮૦ કરોડનું હેરોઇન કેસમાં દિલ્હી એનસીબી અને એટીએસ સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી ૩૫ કિલો ડ્રગ્સ મળી આવ્યું. જે મામલે દિલ્હી દ્ગઝ્રમ્ એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં ૨૮૦ કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા. જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. જે દરિયાઈ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી બાય રોડ દિલ્હી મોકલવાના હતા. હેરોઇનો જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો. જેથી ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબી સંયુક્ત ઓપરેશનથી હૈદર રાજીની મુઝફર નગરમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડી ૩૫ કિલો ડ્રગ્સ પકડયું. જે બાદ ઇમરાન આમીર,અવતારસિંહ અને અબ્લુદ ખાલીકની ધરપકડ કરવામાં આવી છે. ફેકટરીમાં મળી આવેલ ડ્રગ્સ બાબતે દિલ્હી દ્ગઝ્રમ્ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે. ત્યારે અન્ય બે આરોપી ભુજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.
હેરોઇન જથ્થો લઈ આવેલા ૯ પાકિસ્તાની બોટ લઈ ભાગવા જતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં એક આરોપીને ગોળીથી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ અન્ય ૮ આરોપીઓ ૯ દિવસના રિમાન્ડ પર છે. ત્યારે ગુજરાત છ્જીની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની કરાંચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ હેરોઇન જથ્થો દિલ્હીના હૈદર રાજીન મોકલવાનો સોદો કર્યો હતો. જે હેરોઇન મટિરિયલ ફોર્મમાં હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો. જેને લઈ અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ લઈ પાકિસ્તાની કનેક્શન સામે આવતા જ અન્ય એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફા અગાઉ ભારતમાં ક્યાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.