કચ્છમાં ગાંધીધામમાંથી રૂ. ૧૨૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ખારી રોહર વિસ્તારમાંથી ૧૧ કિલો કોકેઇન ઝડપાયું છે. ૧૧ કિલો કોકેઇનની બજારકિંમત ૧૨૦ કરોડ રૂપિયા છે. સ્થાનિક પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. કચ્છ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પૂર્વ કચ્છમાંથી પોલીસે કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી ૧૧ કિલો કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે ૧૨૦ કરોડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ જપ્ત કર્યા પછી હવે કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
એક દિવસ અગાઉ પણ ગુજરાત ATS અને દિલ્લી દ્ગઝ્રમ્ની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧૮૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાતATS અને દિલ્લી દ્ગઝ્રમ્ની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.
પોલીસ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ દરમિયાન એક વ્હાઈટ સ્વીફ્ટ કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પૂર ઝડપે જઈ રહેલી કારનો પોલીસે પીછો કરીને ગાડીને રોકી હતી. આ પછી પોલીસે કારમાં સવાર લોકોની પુછપરછ કરતાં અને ગાડીમાં શોધખોળ કરતા પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું એફએસએલે ચેકિંગ કરતા ૪૪.૬૩૦ ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું.