કચ્છના ભચાઉમાં “નો રોડ નો ટોલ” ઝુંબેશને લઈને ૪૦ હજારથી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા હતા. જેમાં આગામી ૧૫ તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો હતો. સામખીયાળી, માખેલ સહિતમાં ટોલ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં હાઇવે પર ટોલ નહિ લેવાય એવો નિર્ણય લેવાયો હતો.ઉપરાંત ટોલ ઓથોરીટી દ્વારા ૩ દિવસ સુધી ટોલ રાહત અપાઈ હતી.જેમાં ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા હતા અને તેના દિલ્હી સુધી પડઘા પડ્યા હતા. બાદમાં ટોલનાકા પર વાહનોનું રાબેતા મુજબ આવાગમન શરૂ થયું હતું.









































