રાજુલા નગરપાલિકામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા પંકજકુમાર પ્રતાપભાઈ ચૌહાણે મયુરભાઈ દવે સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ રાજુલા નગરપાલીકામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હોય અને નગરપાલીકામાં પોતાનુ કામ કરતા હોય તે વખતે સામાવાળા ત્યા આવી કચરાની ડોલમાં કેમ કોથળી રાખેલ નથી તેમ કહ્યું હતું. જેથી તેમણે મારી પાસે પૈસા નથી, તેથી કોથળી મુકેલી નથી તેમ કહેતા સામાવાળાએ ઉશ્કેરાઇને જેમફાવે તેમ ગાળો દઇ ગાલ ઉપર એક લાફો મારી ધક્કો મારી પછાડી દીધા હતા. તેમજ શરીરે મુંઢ ઇજા કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.