જાફરાબાદના લુણસાપુર ગામે કંપનીના સિક્યોરિટી મેનેજરને ગાળો આપીને છરી મારવા દોડ્યાની ઘટના બની હતી. બનાવ અંગે ભવરસિંહ રાઠોડ (ઉ.વ.૩૨)એ મેરૂભાઈ, રઘુભાઈ, રવિરાજભાઈ કોટીલા, રઘુભાઈના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે મેરૂભાઈને મેરૂ કહેતા સારું નહોતું લાગ્યું અને કંપનીના મેઇન ગેટ પાસે ગાળો આપી છરી લઈ મારવા દોડ્યા હતા. તેમજ હાથમાં રહેલું કડું કાઢી મારવા દોડ્યા હતા.જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ આર સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.









































