ખાંભા તાલુકાના કંટાળા ગામનો યુવક દારૂની ૧૬ બોટલ સાથે ઝડપાયો હતો. ગામમાં રહીને મજૂરીકામ કરતા બાઘાભાઈ ખોડાભાઈ વાઘેલા (ઉ.વ.૮૦) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની ૧૮૦ એમએલની ૧૬ બોટલ મળી હતી. પોલીસે ૭૨૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.