બોલીવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌત માનહાનિના કેસમાં હાજર થવા માટે ભટિંડા જિલ્લા કોર્ટમાં હાજર થઈ. કોર્ટ પરિસરમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી. કંગનાનો કાફલો દિલ્હીથી રોડ માર્ગે ભટિંડા પહોંચ્યો. કંગના રનૌત બપોરે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ કોર્ટમાં હાજર થઈ.ભટિંડાની એક મહિલાએ કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. આજે કંગનાને આ કેસમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કેસ ૨૦૨૦-૨૧ ના ખેડૂતોના વિરોધ સાથે જાડાયેલો છે. હકીકતમાં, કંગના રનૌતે એક ટ્વીટ રીટ્વીટ કર્યું હતું જેમાં તેણે ભટિંડા જિલ્લાના એક ગામની મહિલા મહિન્દર કૌર પર ટિપ્પણી કરી હતી. ટ્વીટમાં કંગનાએ મહિન્દર કૌરની તુલના શાહીન બાગ વિરોધ પ્રદર્શનની વૃદ્ધ મહિલા બિલ્કીસ બાનો સાથે કરી હતી.કંગનાના વકીલે વીડિયો કોન્ફરÂન્સંગ દ્વારા કોર્ટમાં હાજર રહેવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જાકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, ભટિંડા કોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી હતી, અને તેને ૨૭ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.ફરિયાદી મહિન્દર કૌરનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રઘુબીર સિંહ બેનીવાલે જણાવ્યું હતું કે, “અમે કંગના રનૌતની અરજીનો વિરોધ કર્યો હતો કારણ કે, કાયદા અનુસાર, આરોપીને કેસની પ્રારંભિક સુનાવણીમાં હાજર રહેવાથી મુÂક્ત આપી શકાતી નથી. અમે કોર્ટને વિનંતી કરી હતી કે તેની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે અને જા તે ગેરહાજર હોય તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવે.”મહિન્દર કૌર (૭૩) એ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રનૌતે ટ્વીટર પર (હવે એક્સ-એકાઉન્ટ) તેમના વિશે ખોટા નિવેદનો આપ્યા હતા. તેણીએ શાહીન બાગની બિલ્કીસ બાનો ખોટી રીતે કહીને તેમની છબી ખરાબ કરી હતી.








































