(એ.આર.એલ),મુંબઇ,તા.૧૦
બીજેપી સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં નરગીસ દત્ત રોડ પર સ્થીત પોતાનો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ માહિતી મિલકત નોંધણી દસ્તાવેજામાંથી મેળવવામાં આવે છે. દસ્તાવેજાથી જાણવા મળ્યું છે કે કંગના રનૌતે સપ્ટેમ્બર ૨૦૧૭માં આ બંગલો ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ બંગલો ૩,૦૭૫ ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની પા‹કગ સ્પેસ ૫૬૫ ચોરસ ફૂટ છે. ટ્રાન્ઝેક્શન ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ નોંધવામાં આવ્યું હતું, જેના માટે રૂ. ૧.૯૨ કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. ૩૦,૦૦૦ની નોંધણી ફી ચૂકવવામાં આવી છે. આ પ્રોપર્ટીના ખરીદનાર શ્વેતા બથીજા, પાર્ટનર, કમલિની હોÂલ્ડંગ્સ છે, જે તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થીત છે.
હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભાજપના લોકસભા ઉમેદવાર તરીકે કંગના રનૌતે મે ૨૦૨૪માં રૂ. ૯૧ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી, જેમાં રૂ. ૨૮.૭ કરોડની જંગમ સંપત્તિ અને રૂ. ૬૨.૯ કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. પહેલા એવી ચર્ચા હતી કે કંગના આ પ્રોપર્ટી ૪૦ કરોડ રૂપિયામાં વેચી રહી છે. જા કે, ન તો કંગનાએ તે સમયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી હતી અને ન તો તેણે ઘર વેચ્યા બાદ હવે કોઈ પ્રતિક્રિયા આપી છે.
વાસ્તવમાં, આ કંગનાની એ જ પ્રોપર્ટી છે, જે ૨૦૨૦માં મ્સ્ઝ્રની તપાસ હેઠળ આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૦ માં, મ્સ્ઝ્રએ ગેરકાયદે બાંધકામને ટાંકીને બાંદ્રામાં કંગનાની ઓફિસના કેટલાક ભાગોને તોડી પાડ્યા હતા. બોમ્બે હાઈકોર્ટના સ્ટે ઓર્ડર બાદ ૯ સપ્ટેમ્બરે ડિમોલિશનનું કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું.
કંગનાએ મ્સ્ઝ્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને મ્સ્ઝ્ર પાસેથી વળતર તરીકે ૨ કરોડ રૂપિયાની માંગણી પણ કરી, પરંતુ મે ૨૦૨૩માં તેની માંગ પાછી ખેંચી લીધી. કંગનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જાવા મળશે. તે આ ફિલ્મમાં દિગ્દર્શન અને અભિનય બંને કરી રહી છે. ફિલ્મો ઉપરાંત તે પોતાની રાજકીય કારકિર્દીમાં પણ વ્યસ્ત છે.