બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની અપકમિંગ મૂવી તેજસની ફેન્સ આતુરતાથી રાહ જાઇ રહ્યા છે. એવામાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આગામી વર્ષ ૨૦૨૨માં દશેરા પર ૫ ઓક્ટોબરે રિલીઝ થશે. કંગના રનૌતે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એ પાયલટના યૂનિફોર્મમાં જાવા મળી રહી છે. કંગનાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘તમારા માટે એવી મહિલાની પ્રેરણાદાયક સ્ટોરી લઇને આવ્યા છીએ જેણે આકાશમાં રાજ કરવાનો નિર્ણય લીધો છે.’ તેજસ દશેરા, ૫ ઓક્ટોબર ૨૦૨૨ પર થિએટરમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત એરફોર્સની પાયલટ તેજસ ગિલની ભૂમિકામાં જાવા મળશે. ફિલ્મની વાર્તા આપણા બહાદુર જવાનો પ્રત્યે ગર્વ અનુભવ કરાવશે, કારણ કે તેઓ આપણા દેશની સુરક્ષા કરવા માટે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. કંગના રનૌતની આ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’ પછી બીજી એવી ફિલ્મ હશે જે ભારતીય સશસ્ત્ર દળ પર ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી સર્વેશ મેવાડાએ લખી છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા સમયમાં કેટલાક રાષ્ટ્રીય સ્તરના મુદ્દા પર કંગના રનૌત પોતાના મંતવ્યો રજૂ કરી રહી છે. જેના લીધે ઘણીવાર એ મુશ્કેલીમાં મુકાઇ છે. હાલમાં જ આઝાદી પર કરેલી ટિપ્પણીને લીધે કંગનાએ પોલીસ ફરિયાદનો સામનો કરવો પડ્યો છે. કંગનાના બેબાક નિવેદનનો લીધે કેટલાક લોકો એની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો એનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.