બોલીવુડની બોલ્ડ બાળા કંગના ફરીવાર ચાહકોને સરપ્રાઈઝ કરવા આવી ગઈ છે. કંગનાએ તેની અપકમિંગ મુવી ધાકડના પહેલા ગીતનું એક ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જૉવા મળી રહી છે. કંગનાએ ફિલ્મ ધાકડનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને સાથે જીરી’જ ર્હ હ્લૈિી ગીતનુ ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે બેહદ બોલ્ડ અંદાજ જૉવા મળી રહ્યો છે. ગીતનું ટીઝર કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે.
ગીતમાં કંગનાને જૉઈને ચાહકો ચોંકી ગયા છે. તમે પણ આ ટીઝર જૉઈ લો. આ ગીતમાં બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે. જેમાં કંગનાની સાથે અર્જુન રામપાલ પણ જૉવા મળી રહ્યા છે. ગીતમાં કંગના અનેક અવતારોમાં જૉવા મળી રહી છે. ગીતનું ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું છે કે, આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ તેને બુઝાવી નહીં શકે. ધાકડ એક એક્શન થ્રિલર છે. જેમાં કંગના એક્શન અવતારમાં જૉવા મળશે. કંગના બંદૂક ચલાવતી અને વિલેન સાથે ફાઈટ કરતી જૉવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર રજનીશ ઘાઈ છે. સાથે આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. ૨૪મે એ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.