આઝાદી ભીખમાં મળી હતી તેવા કંગનાના નિવેદનની વિવિધ રાજકીય પક્ષો ટીકા કરી રહ્યા છે ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે કંગનાની આકરી ઝાટકણી કાઢી છે.
રાઉતે લખ્યુ છે કે, કંગનાબેને ફોડેલા બોમ્બથી ભાજપનો નકલી રાષ્ટ્રવાદ વિખેરાઈ ગયો છે.કંગનાએ એલાન કર્યુ છે કે, દેશને આઝાદી ૨૦૧૪માં મળી હતી.કંગના બેનને તાજેતરમાં જ નાગરિક સન્માન પદ્મ શ્રી આપવામાં આવ્યુ છે.દેશનુ દુર્ભાગ્ય છે કે, કંગના બેનને આ સન્માન મળ્યુ છે.આ પહેલા તેમણે ગાંધીજીનુ અપમાન કર્યુ હતુ.તેમનો નાથુરામ પ્રેમ વારંવાર છલકાતો રહેતો હોય છે.
રાઉતનુ કહેવુ છે કે, કંગના બેનનુ મગજ બહેર મારી ગયુ છે અને તેના કારણે તે બહેરા થઈ ગયા છે તેવુ વરુણ ગાંધી કહે છે પણ એનસીબીના સમીર વાનખેડે જ સાચુ કારણ શોધી શકે તેમ છે.પણ જો મોદી સરકારનુ મગજ બહેર ના મારી ગયુ હોય તો કંગનાના તમામ પુરસ્કારો પાછા લઈ લેવા જોઈએ.કંગનાએ આઝાદી ભીખમાં મળી છે તેવુ નિવેદન આપ્યુ છે તે દેશદ્રોહ છે અને આવી વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી આપવામાં આવે છે.જેમાં પીએમ મોદી પોતે હાજર રહે છે.
રાઉતે આગળ લખ્યુ છે કે, કંગનાનુ નિવેદન સાંભળીને ગુજરાતમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આઁખમાંથી પણ આંસુ પડતા હશે.