બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ નામ લીધા વિના એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. તેમજ કંગનાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને ‘નકલી’ જણાવ્યા છે. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેણે એવો દાવો કર્યો છે કે તાજેતરની ફેમિલી ટ્રીપ દરમિયાન તે તેની પત્ની અને બાળકને લઈ ગયો ન હતો. પતિએ કંગનાને મેસેજ કરીને મળવાની વિનંતી કરી. હવે ફેન્સ કહે છે કે કંગનાએ રણબીર અને આલિયા પર માત્ર એટલા માટે શાબ્દિક હુમલો કર્યો કારણ કે રણબીર લંડનમાં માતાના જન્મદિવસની ઉજવણી માટે મમ્મી નીતુ કપૂર અને પરિવાર સાથે જાડાયો હતો, જ્યારે આલિયા અને તેની પુત્રી રાહા અહીં ભારતમાં હતા.
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નકલી પતિ-પત્નીની જોડી, જેઓ ઘરમાં અલગ-અલગ ફ્લોર પર રહે છે અને ફિલ્મની જાહેરાત માટે કપલ હોવાનો ઢોંગ કરે છે, તેઓ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં પત્ની અને પુત્રીને પણ ફેમિલી ટ્રીપમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ બોગસ કપલનો પર્દાફાશ કરવાની જરૂર છે. આવું ત્યારે થાય છે જ્યારે આપણે પ્રેમ માટે નહીં, પરંતુ પૈસા અને કામ માટે લગ્ન કરીએ છીએ. માફિયા ડેડીના દબાણ હેઠળ પાપાની પરી સાથે લગ્ન કર્યા અને બદલામાં ફિલ્મ ટ્રાયોલોજીનું વચન આપ્યું. હવે આ નકલી લગ્નથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ત્યાં કોઈ ખરીદનાર નથી. તેણે તેની પત્ની અને પુત્રી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ભારત છે, અહીં એકવાર લગ્ન થઈ ગયા તો થઈ ગયા. હવે તો સુધરી જાઓ.
બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક અને ટીઝર આખરે સામે આવ્યું છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી. આ ફિલ્મ તે વિષય પર આધારિત છે જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરાઈ હતી. તે સમયે ઈન્દીરા ગાંધી વડાપ્રધાન હતા. ૧૯૭૫માં ઈમરજન્સીની જાહેરાત કરાઈ હતી. ૨૧ મહિના સુધી દેશ પર ઈમરજન્સી લાગુ હતી. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના એક સૌથી મોટા નિર્ણય ઓપરેશન બ્લૂ સ્ટારનો પણ ઉલ્લેખ હશે. કંગનાએ ‘ઈમરજન્સી’માં ઇન્દિરા ગાંધી જેવા દેખાવા માટે ઘણી મહેનત કરી છે.