બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે બોમ્બે હાઈકોર્ટમાં ગયા મહિને શીખ સંગઠનની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે ૨૧ નવેમ્બરના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રણૌતે દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને વિવાદાસ્પદ કૃષિ કાયદા વિરુદ્ધ ખાલિસ્તાની ચળવળ તરીકે દર્શાવ્યું હતું.
અહીંની પોલીસે તેની સામે ‘ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડર્વાનો કેસ નોંધ્યો હતો. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ‘ખાલિસ્તાની આતંકવાદીઓર્નો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રી દ્વારા એડવોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગયા મહિને કહેવામાં આવ્યું હતું કે તેની પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તેનો શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટ ખેડૂતો વિરુદ્ધ નથી પરંતુ પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ છે અને તે તેમના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર હેઠળ છે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે હાઈકોર્ટે “એફઆઈઆરને રદ કરીને તેના કાયદેસરના અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરવું જાઈએ.” અરજી હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની બાકી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલના આદેશ બાદ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અભિનેત્રી કંગના રનૌતની શીખ સમુદાય પર વાંધાજનક ટિપ્પણીએ ફરી એકવાર વિવાદ સર્જ્‌યો છે. જે બાદ શીખ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જાવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાને કારણે લોકો આક્રમક બની ગયા હતા. મંગળવારે શીખ સમુદાયના લોકોએ મુંબઈના ખારમાં અભિનેત્રી કંગના રનૌતના ઘરની સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.