(૧) આમળા: આમળાના ફળમાં વીટામીન -સીનું પ્રમાણ ખુબ વધારે હોવાથી માનવ શરીરમાં થતી કુદરતી તૂટફૂટની મરામત કરીને શરીરને તંદુરસ્ત રાખે છે. તેના ફળો શ્વસનતંત્રનાં રોગો, મધુપ્રમેહ, હૃદયરોગ, આંખના રોગો, કફ, ઝાડા અને મરડો, કમળો વગેરે રોગોમાં ઉપયોગી છે. આમળા દીર્ઘઆયુષ્ય પ્રાપ્તિ માટે, નસકોરી માટે, તાવ, હરસમાંથી લોહી પડતુ હોય ત્યારે, પેશાબ ના આવતો હોય તો, બુદ્ધિ વધારવા માટે ઉપયાતી છે. ત્રિફલા ચ્યવનપ્રાસ, આમળા રસાયણ ઘણી કંપનીઓ સદીઓથી બનાવે છે. (ર) બોર: બોરનાં ફળોનો ઉપયોગ ઘા તથા ચાંદા ઉપર લગાવવા માટે, પાચનક્રિયા ગતિશીલ બનાવવા તથા તાવ મટાડવા માટે થાય છે. તેનાં બીજનો ઉપયોગ છાશ સાથે ઉલટી, ઉબકા તથા ગર્ભાવસ્થામાં થતા દુખાવાને અટકાવવા માટે થાય છે. તેનાં બીજનો પાવડર ઝાડા તથા કમળાનાં નિવારણ માટે ઉપયોગી છે. તેનાં પાંદડાનો ઉપયોગ ઘા રૂઝાવા માટે, દમ, તાવ તથા
યકૃતમાં થતાં દુખાવાનાં નિવારણ માટે વપરાય છે. તેનાં ફૂલોનો ઉપયોગ આંખોનાં રોગોમાં તથા ચામડી પર પડતાં ચાંદા ઉપર લગાવવામાં થાય છે. (૩) લીંબુઃ લીંબુનાં ફળ રોજ-બરોજની વપરાશ ઉપરાંત ઔષધિય દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. લીંબુનો રસ કફ, વાયુ, ઉધરસ, ઉલટી, પિત, કોલેરા, શૂળ,આમ વાત તથા પેટનાં
કૃમિનો નાશ કરે છે. લીંબુના સેવનથી અજીર્ણ દૂર થાય છે. તદઉપરાંત અનેક પ્રકારનાં સેદર્ય પ્રસાધનો લીંબુના રસ અને ફળની છાલમાંથી બનાવવામાં આવે છે. (૪) દાડમ: દાડમનો ઉપયોગ નસકોરી ફૂટે ત્યારે તથા અરૂચી, આંખોની ગરમી અને લાલાશ દૂર કરવા થાય છે. કો તથા મરડાના ઈલાજ માટે દાડમનો ઉપયોગ થાય છે. તેનાં મૂળ, છાલ તથા બીજનો ઉપયોગ ઔષધિય રીતે ઝાડા માટે થાય છે. તેનાં ફળો રેચક તરીકે, જઠરનાં સોજાં માટે તથા હૃદયનાં દુઃખાવા માટે વપરાય છે. તેનો રસ રકતપિતનાં દર્દીને રાહત આપે છે. તેનાં થડ અને મૂળનો ઉપયોગ કૃમિનાશક તરીકે અને તાવમા થાય છે. પોષણ શક્તિ વધારવા માટે ગુણકારી છે. (પ) ખારેક: ખજૂર તેમજ સૂકી ખારેકનો ઉપયોગ પૌષ્ટિક આહાર, વાજીકરણ દવા તરીકે થાય છે. મહિલાઓ માટે પ્રસુતિ પછીની નબળાઈ ઝડપી દૂર કરવા માટે ખજૂરના ફળ જેને છોહારા કહેવામાં આવે છે. તે ખૂબ ઉપયોગી છે. (૬) ખાટી આમલીઃ દરરોજ ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી મૂત્રપિંડમાં પથરી જેવાં દર્દ થવાનો અવકાશ રહેતો નથી તેની છાલનો ઉપયોગ ઝાડા અટકાવવા માટે થાય છે. તે પિત્તશામક તરીકે વપરય છે. તેનાં પાંદડાનો ઉપયોગ આંખ અને કાનમાં રોગોમાં તથા સાપનાં ઝેરનાં નિવારણ માટે થાય છે. તેનો ઉપયોગ સોજો ઉતારવા માટે, દાઝયા ઉપર, અરૂચિ દૂર કરવા લૂનાં નિવારણ માટે ભાંગનો નશો દૂર કરવા ઝાડા અટકાવવા માટે થાય છે.(૭) જાંબુ: જાંબુનાં ફળનો ઉપયોગ ઝાડા બંધ કરવા મધુપ્રમેહ, દરાજ વગેરે રોગોમાં થાય છે. જાંબુમાં બીજનો પાવડરનો ઉપયોગ મૂત્રમાં શર્કરાનું પ્રમાણ ઝડપથી ઘટાડવા માટે થાય છે. તેનાં વિવિધ ભાગોનો ઉપયોગ મરડો, મસા, યકૃતનાં રોગો, સ્ત્રીવંધ્યત્વ અને મૂત્રનું પ્રમાણ વધારવા માટે છે. ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુના ઠળિયાના ઉપયોગ લાભકારી છે. (૮) જામફળ: જામફળના પાંદડાનો ઉપયોગ ઝાડાનાં નિવારણ માટે થાય છે. તેનો ઉપયોગ પેટના વિકારોમાં, ભાંગનો નશો ઉતારવા, આંખના ફૂલવા, સોજા, દુઃખાવા પર તથા હરસ મસાના દર્દોમાં થાય છે. (૯) બીલાઃ બીલાના પાકા ફળો રેચક તરીકે તથા કાચા ફળો ઝાડા અને મરડો અટકાવા માટે વપરાય છે. આયુર્વેદમાં તેની ખુબ માંગ અને વપરાશ
રહેલ છે. બીલાના પાન, ફળ, છાલ તથા મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કલોઈડ, કુમેરીન, સ્ટીરોઈડ અને તૈલી દ્રવ્યો રહેલા છે. બીલામાંથી બનતું પીણું ઉનાળામાં ઠંડક આપે છે. ફળોમાં રહેલું માર મેલોસીન તત્વ અનેકવિધ ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનાં પાકા ફળોનો રસ મસાનો વિકાસ અટકાવે છે. બીલાનાં મૂળનો ઉપયોગ તાવ, પેટનો દુઃખાવો, હૃદયરોગ, મૂત્રમાર્ગની તકલીફો તથા વાત, પિત અને કફ દૂર કરવા માટે વપરાય છે. બીલીનાં ફૂલોનો ઉપયોગ ઉલટી અટકાવવા માટે તથા તેનાં પાંદડાના રસનો ઉપયોગ કમળા અને આંખોના ચેપી રોગને અટકાવવા માટે થાય છે. (૧૦) બીજોરા: પેટના દર્દોમાં બીજોરાનો રસ આપવાથી રાહત થાય છે. શરીરમાં નાની ગાંઠ થઈ હોય તો તેને ઓગાળવા માટે બીજોરાનો રસ અથવા તેની છાલ સૂકવી તેનું ચૂર્ણ આપવામાં આવે છે. (૧૧) કરમદાં ઃ કરમદાં ફળો વિટામીન-સી તથા ક્ષારથી ભરપુર છે. તેનાં ફળો એનિમિયાનાં રોગમાં ઉપયોગી છે. તેનાં બીનો પાવડર વાઢીયાં માટે ઉપયોગી છે. (૧ર) ફાલસાંઃ ફાલસાનો ઉપયોગ રોહીણી નામનાં ગળાનાં રોગમાં થાય છે. તેનાં ફળો શરીરને ઠંડક આપે છે. તથા જઠરનાં રોગોમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ હૃદયરોગ, લોહીનાં રોગો, તાવ અને કબજીયાતમાં થાય છે. તેનો રસ પાચક રસ તરીકે ઉપયોગી છે. તેનો ઉપયોગ લોહીનાં શુધ્ધિકરણ માટે થાય છે. (૧૩) શેતૂર:શેતૂર ફળોનો ઉપયોગ વાઈ આવવી, કબજીયાત અને તેનાં ફળોનો ઉપયોગ ગળું બેસી જવું તાવ, અપચો, માથાના દુઃખાવામાં અને માનસિક રોગોનાં ઉપચાર માટે થાય છે. મૂળનો ઉપયોગ કૃમિનાશક તરીકે કરવામાં આવે છે. (૧૪) અંજીર: અંજીર ફળો રેચક તરીકે અને તેમાં પાચક અંતઃસ્ત્રાવો ભરપુર પ્રમાણમાં રહેલાં હોય છે. તેઓ
કૃમિનાશક તરીકે પણ ઉપયોગી છે. તેનો મસા, કબજીયાત, અસ્થમા, શારીરિક નબળાઈ અને કફ માટે થાય છે. (૧પ) સીતાફળ: સીતાફળ બીજનાં તેલનો ઉપયોગ સંધિવા તથા તેના બીજ અને પાન માથાનાં જૂને દૂર કરવા માટે ઉપયોગી છે. ફળનો ઉપયોગ મૂર્છાની અવસ્થાને દૂર કરવા માટે થાય છે.