એક ઐતિહાસિક જાહેરાતમાં, દક્ષિણ મધ્ય રેલ્વેએ ‘ઔરંગાબાદ રેલ્વે સ્ટેશન’નું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર રેલ્વે સ્ટેશન’ કર્યું છે. રેલ્વેએ જણાવ્યું હતું કે નામ બદલવાનો ઔપચારિક અમલ કરવામાં આવ્યો છે, અને નવું નામ બધા સ્ટેશન સાઇનબોર્ડ, ટિકિટ, જાહેરાત અને ડિજિટલ સિસ્ટમ પર અપડેટ કરવામાં આવી રહ્યું છે.સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે અધિકૃત અધિકારીએ “ઔરંગાબાદ” રેલ્વે સ્ટેશન, નાંદેડ ડિવિઝન, દક્ષિણ મધ્ય રેલ્વેનું નામ બદલીને “છત્રપતિ સંભાજીનગર” રેલ્વે સ્ટેશન કરવાની મંજૂરી આપી છે. આ સ્ટેશન માટે નવો સ્ટેશન કોડ સીપીએસએન હશે.રેલ્વે અનુસાર, મહારાષ્ટÙ સરકારની ભલામણ અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનનું નવું નામ, છત્રપતિ સંભાજીનગર, મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના બહાદુરી અને ઐતિહાસિક યોગદાનનું સન્માન કરે છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર બાદ, સ્ટેશન સંબંધિત તમામ માહિતી અને ટિકિટ નવા નામ સાથે મુસાફરોને આપવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલ્વેએ તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે. હવે, તમામ પ્લેટફોર્મ અને ટ્રેન જાહેરાતોમાં સ્ટેશનનું નામ “છત્રપતિ સંભાજીનગર” રહેશે.આ પહેલા, કેન્દ્ર સરકારે ૨૦૨૨ માં ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાની મંજૂરી આપી હતી. હવે, રેલ્વે સ્ટેશનનું નામ બદલવા સાથે, આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.નોંધનીય છે કે ભાજપના નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે ૧૫ ઓક્ટોબરે નામ બદલવા માટે ગેઝેટ નોટિફિકેશન જારી કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં, તત્કાલીન સરકારે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રાખ્યું હતું. આ નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર અને મરાઠા રાજ્યના બીજા શાસક છત્રપતિ સંભાજીના માનમાં લેવામાં આવ્યો હતો. ઔરંગાબાદનું નામ અગાઉ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના મતે, ઔરંગાબાદ રેલ્વે સ્ટેશન ૧૯૦૦ માં હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના શાસનકાળ દરમિયાન ખોલવામાં આવ્યું હતું. છત્રપતિ સંભાજીનગર એક પર્યટન કેન્દ્ર છે અને અજંતા અને એલોરા ગુફાઓ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોથી ઘેરાયેલું છે, જેને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.








































