(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
એક તરફ દુનિયાના અનેક દેશો વિઝાના નિયમોને સખ્ત કરી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ અલગ જ રાહ પકડી છે. તેમણે ભારતીયો માટે વર્ક એન્ડ હોલિડે વિઝાની શરૂઆત કરી છે. આ ખાસ છૂટ અંતર્ગત ભારતના લોકો અહીં ફરવા સહિત કામચલાઉ ધોરણે કામ પણ કરી શકે છે. અત્યાર સુધી આ વર્ક હોલિડે વિઝા યુરોપિયન નાગરિકો સુધી જ સિમિત હતા
ઓસ્ટ્રેલિયાઈ સરકારે ભારતીયો માટે વિઝાની નવી પોલિસી શરૂ કરી છે. માઈગ્રેશન એમેન્ડમેન્ટ ઈન્સ્ટ‰મેન્ટ અંતર્ગત થયેલા બદલાવમાં ભારતના લોકો ઓસ્ટ્રેલિયા જઈને છુટ્ટીઓ મનાવવાની સાથે કામ પણ કરી શકશે. દર વર્ષે આ છૂટ ૧૦૦૦ ભારતીય યુવાનોને મળશે. તેને વર્ક એન્ડ
હોલિડે વિઝા કે બેકપેકર વીઝા પણ કહી શકાય છે. એક તરફ પશ્ચિમી દેશો ઘૂસણખોરો અને પ્રવાસીઓને લઈને ડરેલા છે. તો ઓસ્ટ્રેલિયાના બેકપેકર વિઝા યુવાઓને એન્ટ્રી આપી રહ્યા છે. તો સવાલ એ છે કે શું આ દેશને ઘૂસણખોરીનો ડર નથી ?આ નિર્ણય ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહયોગ અને વેપાર કરાર હેઠળ લેવામાં આવ્યો છે. આ કરાર ૨૦૨૨ ના અંતમાં અમલમાં આવ્યો હતો. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયન નિકાસ પર ૮૦ ટકા સુધીની ડ્યુટી નાબૂદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય ઘણા ક્ષેત્રોમાં પરસ્પર મદદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. નવો વિઝા પ્રોગ્રામ હવે આ જ સમજૂતિનો એક હિસ્સો છે. તેનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને મજબૂત કરવાનો છે. મતલબ કે યુવાનો ત્યાં જઈને સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિને નજીકથી જાઈ શકશે. ઇન્ટરનેશનલ માર્કેટને પણ સમજી શકશે. મુસાફરી કરતી વખતે, તેઓ અસ્થાયી રૂપે કામ પણ કરી શકે છે જેથી તેઓ તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળે.