ટી ૨૦ વર્લ્‌ડ કપ-૨૦૨૧ની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો પાસે હજુ સુધી એક પણ ટી ૨૦ વર્લ્‌ડ કપનો ખિતાબ નથી. ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૦૭ થી શરૂ થયો છે પરંતુ આ બંને ટીમોની બેગ ખાલી છે. જોકે ઓસ્ટ્રેલિયા એક વખત ફાઈનલ રમી ચૂક્યું છે પરંતુ જીત તેના હિસ્સામાં આવી નથી. તે જ સમયે, ન્યુઝીલેન્ડ પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું છે. બંને ટીમો માટે આ પહેલો ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવાની તક છે.
બંને ટીમો ટી ૨૦ વર્લ્‌ડ કપની પ્રથમ આવૃત્તિ એટલે કે ૨૦૦૭માં સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેનાથી આગળ વધી શકી ન હતી. પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. બીજી સેમિફાઇનલમાં ભારતે રિકી પોંટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા વિજેતા બની હતી.
બે વર્ષ બાદ ૨૦૦૯માં ટી૨૦ વર્લ્‌ડ કપની બીજી આવૃત્તિ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. આ એડિશનમાં બંને ટીમો નોકઆઉટ રાઉન્ડ પહેલા જ બહાર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા આ વર્લ્‌ડ કપમાં સુપર-૮માં પણ જગ્યા બનાવી શક્યું નથી. આ સાથે જ ન્યુઝીલેન્ડ સુપર-૮થી આગળ જીતી શક્યું નથી.
૨૦૧૦માં વેસ્ટ ઈન્ડીઝે ટી ૨૦ વર્લ્‌ડ કપની યજમાની કરી હતી, આ વર્લ્‌ડ કપમાં ન્યૂઝીલેન્ડ સુપર-૮માં પહોંચ્યું હતું પરંતુ તેનાથી આગળ વધી શક્યું ન હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ઈંગ્લેન્ડે પણ આ વર્લ્‌ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પોલ કોલિંગવુડની સુકાની ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાનું વર્લ્‌ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું.
૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. પરંતુ વેસ્ટ ઈન્ડીઝે આ ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો અને શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ ફરી એકવાર સુપર-૮થી આગળ વધી શકી નથી.
૨૦૧૪માં બંને ટીમ સુપર-૧૦થી આગળ વધી શકી ન હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રુપ-૧માં ત્રીજા સ્થાને રહી હતી અને સેમીફાઈનલમાં જવાથી લગભગ ચૂકી ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ ૨માં ચોથા સ્થાને રહી હતી.
૨૦૧૬માં ભારતમાં રમાયેલા ્‌૨૦ વર્લ્‌ડ કપમાં ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ્યું હતું પરંતુ તે ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું અને ફાઇનલમાં પહોંચી શક્યું ન હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા સુપર-૧૦થી આગળ વધી શક્યું નથી. તેણી ગ્રુપ ૨ માં ત્રીજા સ્થાને રહી હતી. ૨૦૨૧માં રમાનારી આ એડિશનમાં જા કે બંને ટીમો ફાઇનલમાં છે અને હવે જાવાનું એ રહેશે કે ટાઇટલ કોને મળે છે.