આ દરમિયાન આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨ની જોહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં સાત શહેર ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨
માટે યજમાન માટે પસંદ કરવામાં આવ્યાં છે.આઇસીસી ટી ટવેન્ટી વિશ્વકપ ૨૦૨૧નું સમાપન ૧૪ નવેમ્બરે દુબઈમાં થયું, જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું.
ટી ટવેન્ટી વિશ્વકપ ૨૦૨૧નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજોનારા ટી ટવેન્ટી વિશ્વકપ ૨૦૨૨ના કાર્યક્રમોની જોહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ અમે એ વર્લ્‌ડ કપમાં રમાનારી મેચની સંખ્યા, મેદાનની સંખ્યા ઉપરાંત ફાઇનલ અને સેમી-ફાઇનલ સહિતની બધી જ માહિતી જણાવી રહ્યા છીએ. ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨માં કુલ ૪૫ મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં ૭ મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૪૫ મેચ યોજોવાની છે.
આવતા વર્ષે ૧૬ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર દરમિયાન યોજોનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ ૪૫ મેચ રમાશે આઇઈસસી મેન્સ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨ ફાઈનલ ૧૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ સ્ઝ્રય્ ખાતે યોજોશે. સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે ૯ અને ૧૦ નવેમ્બરે યોજોશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે એવી પણ શક્યતા છે.
ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ આઇસીસી ટૂર્નામેન્ટની ૮મી આવૃત્તિની સેમી-ફાઇનલ મેચો ૯ અને ૧૦ નવેમ્બરે રમાશે. પ્રથમ સેમી-ફાઇનલ ૯નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજોશે, જ્યારે ૧૦ નવેમ્બરે બીજી સેમી-ફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે.ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨ની ફાઇનલ મેચ ૧૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ રમાશે. આ ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે એમસીજી ખાતે યોજોશે.