(એ.આર.એલ),મુંબઇ,તા.૧૨
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ ૨૨ નવેમ્બરે રમાશે. ટીમ ઈÂન્ડયાએ પણ આ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પણ પહોંચી ગયા છે. બંને ટીમો વચ્ચે રમાતી આ ટેસ્ટ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈÂન્ડયાનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડયાના આંકડા કંઈ ખાસ નથી. જા કે ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસથી તેના પ્રદર્શનમાં સુધારો કર્યો છે.બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડયાએ સાત વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે. આ સાત શ્રેણી દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ ૨૭ટેસ્ટ મેચ રમાઈ છે. જ્યારે ટીમ ઈન્ડયા આ ૨૭ મેચમાંથી માત્ર છ જ જીતી શકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૪ મેચ જીતી છે. આ સિવાય ૭ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારતની છમાંથી ચાર જીત છેલ્લા બે પ્રવાસ દરમિયાન આવી છે. ટીમ ઈÂન્ડયા વર્ષ ૨૦૧૨માં એક વખત ઓસ્ટ્રેલિયા સામે પણ ક્લીન સ્વીપ કરી ચૂકી છે. જા કે, ટીમ ઈÂન્ડયાએ વર્ષ ૨૦૧૩માં ભારતમાં ક્લીન સ્વીપ કરીને સ્કોર સેટ કર્યો હતો.
ભારતીય ટીમનો છેલ્લો બે ઓસ્ટ્રેલિયન પ્રવાસ ભારતીય ચાહકો માટે ઘણો ઐતિહાસિક રહ્યો છે. વાસ્તવમાં, ટીમ ઈÂન્ડયાએ આ છેલ્લા બે પ્રવાસ દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને ટીમે ઓસ્ટ્રેલિયાને પણ બંને વખત હરાવ્યું છે. ભારતીય ટીમે ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈÂન્ડયાએ બંને વખત ચાર મેચની ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીતી છે. આ વખતે પણ ભારતીય ટીમ તરફથી પુરી આશા છે કે તે પોતાનું ખાસ પ્રદર્શન જાળવી રાખશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ માટે ટીમ ઈન્ડયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.