ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના રેસ્ટોરન્ટ્સમાં અત્યારે સ્ટાફની ભારે અછત સર્જાઇ છે. જેમાં ગ્રાહકોને પૂરતી સર્વિસ આપી શકે એટલો પણ સ્ટાફ નથી. ત્યારે મોટાભાગના ફાઇનડાઇન રેસ્ટોરન્ટ કલાકના ૫૫ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ભારતીય ચલણના ચાર હજોર રૂપિયા ચૂકવવા તૈયાર છે. તેમછતાં પણ તેમને સ્ટાફ મળી રહ્યો નથી. આ વેતન સામાન્ય સંજોગોમાં અપાતા વેતનથી લગભગ ત્રણ ગણું વધુ છે.
કોરોના વાયરસના કારણે પર્થ સહિતના મોટાં શહેરોની સરહદો અત્યારે બંધ છે. આ સિવાય બીજો શહેરમાંથી પર્થમાં આવતા શ્રમિકો કોરોનાના કારણે અત્યારે તેમના વતન જતાં રહ્યાં છે. તેથી શહેરના મોટા રેસ્ટોરન્ટને વેતનરૂપે મોટી રકમ ચૂકવવા છતાં સ્ટાફ મળી રહ્યો નથી. વેસ્ટ પર્થ રેસ્ટોરન્ટની ઓનલાઇન જોબ એડવર્ટાઇઝમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને અનુભવી,નવું શીખવાનો ઉત્સાહ ધરાવનારા અને સજોગ વેઇટર સ્ટાફની જરૂરિયાત છે. જેના માટે તેઓ પ્રતિ કલાક ૫૫ ઓસ્ટ્રેલિયન ડોલરનું મહેનતાણું ચૂકવવા તૈયાર છે.