ઓસ્ટ્રેલિયામાં આજકાલ ચૂંટણીનો ગરમાવો છે. ૨૧ મેના રોજ ઓસ્ટ્રેલિયાના લોકો સરકાર ચૂંટશે. વડાપ્રધાન સ્કોટ મોરિસનની લિબરલ પાર્ટી અને સાથી પાર્ટી સતત ચોથી વાર ચૂંટણી જીતવાના પ્રયાસમાં છે. સ્કોટ મોરિસન વિરુદ્ધ લેબર પાર્ટીના ઉમેદવાર એન્થની અલ્બનેસી છે. બંને મોટી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જૉર લગાવી રહી છે.
આ વખતે ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં ચીન અને મોંઘવારી સૌથી મોટા મુદ્દા બન્યા છે. ખાવા-પીવાની ચીજૉના ભાવ આસમાને છે. પ્રોપર્ટીના ભાવમાં પણ ૪૦% ઉછાળો નોંધાયો છે. લોકો માટે ઘર ખરીદવું પણ મુશ્કેલ છે. જ્યારે છેલ્લાં બે વર્ષ દરમિયાન લોકોનો પગાર સરેરાશ ફક્ત બે ટકાના દરે વધ્યો છે.
પીએમ સ્કોટ સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને જનસભાઓમાં ચીન વિરુદ્ધ માહોલ બનાવી રહ્યા છે. મોરિસનની લિબરલ પાર્ટીનો આરોપ છે કે, મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીને ચીનની નાણાકીય સહાય મળી રહી છે. આ વખતે મોરિસન થોડા વધુ મુશ્કેલીમાં છે.
કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં લાખો લોકોએ નોકરી ગુમાવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કે વ્યાજદરોમાં ૩ મેના રોજ ૦.૩૫% વધારો કરી દીધા છે. એક દસકાથી પણ વધુ સમય પછી વ્યાજદર વધ્યા છે, જેથી લોકો નારાજ છે. ૨૦૦૭માં વ્યાજદર વધતા પીએમ હાવર્ડ ચૂંટણી હારી ગયા હતા. મોરિસનને આ સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે, અમારી સરકારને ખતરો નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આવેલો સોલોમન આઈલેન્ડ ચીન સાથે નજદીકી વધારી રહ્યા છે. આ Sસ્થિતિમાં પીએમ મોરિસન લોકોને ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જૉપાનના ક્વાડ સંગઠનનો હવાલો આપીને સુરક્ષાની ગેરંટી આપી રહ્યા છે, જ્યારે લેબર પાર્ટીના એન્થની અલ્બનેસી ક્વાડ જનસભાઓમાં સમર્થન કે વિપક્ષમાં સીધા કોઈ પણ નિવેદનો આપવાથી બચી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મામલાના જૉણકાર નતાશા ઝા ભાસ્કરને કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્કોટ મોરિસનની મજબૂત મિત્રતાના કારણે બંને દેશ વચ્ચે ઐતિહાસિક સમજૂતીઓ થઈ છે. ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ પક્ષની સરકાર બને, પરંતુ હાલની વૈશ્વિક અSસ્થિરતાના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ આગામી સમયમાં પણ મજબૂત રહેશે.