ભારતીય ટીમ પાંચ મેચની ટી ૨૦ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચેની પહેલી ટી ૨૦ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ૧૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેન ઓસ્ટીનને નેટ પ્રેક્ટીસ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો અને ત્યારબાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બેન ઓસ્ટીનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કર્યું કે “૧૭ વર્ષીય મેલબોર્ન ક્રિકેટર બેન ઓસ્ટીનના નિધનથી તે ખૂબ જ દુઃખી છે, જેનું નેટમાં બેટિંગ કરતી વખતે અકસ્માતમાં અવસાન થયું.” ક્રિકેટ વિક્ટોરિયાએ પણ શોક વ્યક્ત કર્યો. “અમારી સંવેદના ઓસ્ટીન પરિવાર, બેનના સાથી ખેલાડીઓ, ફન્ટસ્ત્રી ગલી ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયન ક્રિકેટ સમુદાય સાથે છે.”બેન ઓસ્ટીન ફન્ટસ્ત્રી ગલી ક્રિકેટ ક્લબ અને એલ્ડન પાર્ક વચ્ચેની ટી ૨૦ મેચ પહેલા નેટ્‌સમાં વો‹મગ કરી રહ્યા હતા ત્યારે એક બોલ તેમના માથા પર સીધો વાગ્યો, જેનાથી તેઓ ઘાયલ થયા. સાથી ખેલાડીઓ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા. મેલબોર્નના દક્ષિણપૂર્વીય વિસ્તાર ફન્ટસ્ત્રી ગલીમાં વોલી ટુ રિઝર્વ ખાતે નેટ્‌સ પ્રેક્ટીસ ચાલી રહી હતી.બોલ માથા પર વાગ્યા બાદ, બેન ઓસ્ટીનને ઘટનાસ્થળે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી. એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર્સ અને પોલીસ થોડીવારમાં જ પહોંચી ગયા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું. રિંગવુડ અને ડીસ્ટેકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ માઈકલ ફિને બેન ઓસ્ટીનને શક્્ય તેટલી મદદ કરવાનું વચન આપ્યું. જાકે, ઓસ્ટીન આખરે જીવનની લડાઈ હારી ગયા.