ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, શુક્રવારે તેઓ સિડનીની એક સ્કૂલમાં આયોજિત પદવીદાન સમારોહમાં સામેલ થયા હતો.
આ સમારોહમાં લગભગ ૧૦૦૦ લોકો પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોરિસનમાં સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ કોરોનાની પુષ્ટિ થઈ છે.
વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, કોરોના સંક્રમિત મળ્યા બાદ વડાપ્રધાનના બે આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં મુખ્ય તબીબોએ કહ્યું કે તેમને એકાંતમાં રહેવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર કોરોના વાયરસે તબાહી મચાવી છે. ઓસ્ટ્રેલિયામાં રોજના નવા કેસની સંખ્યા વધીને ૧૩૬૦ થઈ ગઈ છે જ્યારે મંગળવારે ૮૦૪ કોરોના કેસ નોંધાયા.ફરીએકવાર ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસમાં ઉછાળો જાવા મળ્યો છે.