ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર એક જ વખત ્‌૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે અને તે પણ વર્ષ ૨૦૨૧માં. ત્યારબાદ મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયન ટીમને ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વેડે તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી અને ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી.
મેથ્યુ વેડે ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા તરફથી ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ટીમ માટે ૯૨ ટી ૨૦ મેચોમાં ૧૨૦૨ રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. વેડને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમાયેલી ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડવી. વેડે મેચની ૧૯મી ઓવરમાં શાહીન આફ્રિદીની બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને મેચ ઓસ્ટ્રેલિયા તરફ વાળ્યો હતો. ત્યારબાદ તેણે માત્ર ૧૭ બોલમાં ૪૧ રન બનાવ્યા જેમાં ૨ ફોર અને ૪ સિક્સ સામેલ હતી.
મેથ્યુ વેડે ભલે નિવૃત્તિની જાહેરાત કરી હોય, પરંતુ તે તસ્માનિયા અને હોબાર્ટ હરિકેન્સ તેમજ કેટલીક વિદેશી લીગ માટે વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય નિવૃત્તિ બાદ તેણે કોચિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું છે. તેને પાકિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણી માટે વિકેટકીપિંગ અને ફિÂલ્ડંગ કોચ બનાવવામાં આવ્યો છે. મેથ્યુ વેડે કહ્યું કે હું છેલ્લાં કેટલાંક વર્ષોથી સારું રમી રહ્યો હતો અને પછી મારે સાતમા નંબરે બેટિંગ કરવી પડી હતી અને તે ઈચ્છે છે કે હું ફિનિશિંગ રોલમાં તે જ સ્થાને ચાલુ રહુ. ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સામે મળેલી હાર બાદ હું સમજી ગયો કે મારી કારકિર્દી ખતમ થઈ ગઈ છે.
હવે તેણે તેની ૧૩ વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ૩૬ ટેસ્ટ મેચમાં ૧૬૧૩ રન બનાવ્યા, જેમાં તેના નામે ૪ સદી છે. આ સિવાય વેડે ૯૨ વનડે મેચોમાં કુલ ૧૮૬૭ રન બનાવ્યા છે. ખરાબ ફોર્મના કારણે તે ટીમની અંદર અને બહાર જતો રહ્યો. તેણે તેની છેલ્લી ટેસ્ટ અને વનડે મેચ વર્ષ ૨૦૨૧માં રમી હતી.