ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧નો ખિતાબ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં માથે શણગારવામાં આવ્યો છે. ટીમે રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને તેની પ્રથમ ટી ૨૦ વર્લ્‌ડકપ ટ્રોફી જીતી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે અણનમ ૭૭ રન બનાવનાર મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ જોહેર કરવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નરે પણ ૫૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. વોર્નર સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતો દેખાયો હતો, તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જોહેર કરવામાં આવ્યો હતો. જીત બાદ શરૂ થયેલી ઉજવણી આખી રાત ચાલી હતી.
ઓસ્ટ્રેલિયા વર્લ્‌ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્‌ડ ટાઇટલ જીત્યું હતું. સ્વાભાવિક રીતે, આ પછી ઉજવણી કરવામાં આવી પરંતુ તે એવી રીતે કે વીડિયો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમનાં ખેલાડીઓ સેલિબ્રેશનમાં એટલા ડૂબી ગયા હતા કે તેમને જૂતામાં મૂકીને બીયર પીધી હતી. એક વીડિયો શેર કર્યો જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે.