(એચ.એસ.એલ),કેનબેરા,તા.૨૮
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે કેનબેરા પહોંચી ગઈ છે જ્યાં તેને ૩૦ નવેમ્બરથી પ્રાઇમ મિનિસ્ટર ઈલેવન સામે ૨ દિવસીય પ્રેક્ટીસ મેચ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝને મળ્યા હતા.
ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને પ્રથમ મેચમાં તેને શાનદાર જીત મળી હતી. ટીમ ઇન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતીને ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયાએ હવે આગામી ટેસ્ટ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમવાની છે, પરંતુ તે પહેલા આ મેચની તૈયારી માટે આ ટીમ ૩૦ નવેમ્બરથી બે દિવસીય વોર્મ-અપ મેચ રમશે. આ મેચ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે થશે. જા કે, આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળ્યા હતા. કેનબેરામાં યોજાયેલી આ મીટિંગમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને જાઈને તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો.
એન્થોની અલ્બેનીઝ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખૂબ જ પ્રેમથી મળ્યા હતા. તેણે જસપ્રિત બુમરાહની બોલિંગના વખાણ કર્યા હતા અને થોડો સમય વિરાટ કોહલી સાથે વાત કરતા પણ જાવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા તેનો પરિચય ટીમના તમામ ખેલાડીઓ સાથે કરાવી રહ્યો હતો. આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા બધા ઓસ્ટ્રેલિયાના પીએમને મળ્યા હતા. એન્થોની અલ્બેનીઝ છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયાના પીએમ છે અને તમને જણાવી દઈએ કે ભારત સાથે પણ તેમનો ખાસ સંબંધ છે.
એન્થોની અલ્બેનીઝ પીએમ મોદીના સારા મિત્ર છે. તેઓ પીએમ બન્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. એન્થોની અલ્બેનીઝની વાત કરીએ તો તેનો દિલ્હીના અક્ષરધામ મંદિર સાથે પણ ખાસ સંબંધ છે. હકીકતમાં, વર્ષ ૨૦૧૮ માં, જ્યારે એન્થોની અલ્બેનીઝ પીએમ ન હતા, ત્યારે તેઓ ભારત આવ્યા હતા. તેણે ૩૦ વર્ષ પછી રાજધાની દિલ્હીમાં પગ મૂક્યો. એન્થોનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ સુરક્ષા વિના એકલા અક્ષરધામ ગયા હતા. તેમણે દિલ્હી મેટ્રોથી અક્ષરધામ મંદિર સુધીની સફર કરી હતી. એન્થોની અક્ષરધામ મંદિરને જાઈને તેના ફેન બની ગયા અને ત્યાંના લોકોએ તેના ખૂબ વખાણ કર્યા. તેમના મતે, ભારતીય લોકો ઘણું સન્માન આપે છે જે એન્થોનીને ખૂબ ગમ્યું.