કેન્દ્ર સરકાર પાસે સીએએ અને એનઆરસીને રદ કરવાની એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની માંગ પર ખેડૂત નેતા રાકેશ ટિકેતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. રાકેશ ટિકેતે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજોનો સંબંધ બતાવ્યો છે. ટિકેતે કહ્યુ કે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજોનો સંબંધ છે. તેમણે આ વિશે ટીવી પર વાત ન કરવી જોઈએ. તે આ વાત સીધી કહી શકે છે.
વાસ્તવમાં, રવિવારે બારાબંકીમાં એક રેલીને સંબોધિત કરીને અસદુદ્દીન ઓવૈસીએ ચેતવણી આપી કે જો સીએએ અને એનઆરસીને ખતમ કરવામાં નહિ આવે તો પ્રદર્શનકારી રસ્તા પર ઉતરશે અને તેને શાહિન બાગમાં ફેરવી દેશે. દિલ્લીનુ શાહીન બાગ સીએએ અને એનઆરસીનો વિરોધનુ કેન્દ્ર રહ્યુ હતુ જ્યાં સીએએ સામે આંદોલન માટે સેંકડો મહિલાઓએ ઘણા મહિનાઓ સુધી પ્રદર્શન કર્યુ. દિલ્લી પોલિસે ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯ મહામારીના કારણે લાકડાઉન બાદ ધરણા સ્થળને ખાલી કરાવ્યા હતા.