તેલંગાણાના ભાજપના વડા ચીફ બંડી સંજયે એઆઇએમઆઇએમ અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો છે. બંડીએ કહ્યું હતું કે રાજ્યની તમામ મસ્જિદોનું ખોદકામ કરાવો. જા ત્યાંથી શિવલિંગ મળે છે તો મુસલમાનોએ આ મસ્જિદોને હિન્દુઓને સોંપવી પડશે. અને જો ત્યાંથી શબ મળે છે તો મુસલમાનો તેની પર દાવો કરી શકે છે.
બંડી સંજયે આ નિવેદન કરીમનગરમાં થયેલી હિન્દુ એકતા યાત્રા દરમિયાન આપ્યું. તેમણે કહ્યું હતું કે જ્યાં પણ મસ્જિદ પરિસરનું ખોદકામ કરવામાં આવે છે ત્યાં શિવલિંગ મળે છે. હું ઓવૈસીને પડકાર આપું છું કે અમે રાજ્યની તમામ મસ્જિદોને ખોદીશું. જા શબ મળ્યાં તો મુસલમાન દાવો કરી શકે છે. જા શિવલિંગ મળે તો તેને અમને સોંપી દો. શું તમે આ બાબતને સ્વીકાર કરશો?
સંજયે કહ્યું હતું કે જ્યારે તેલંગાણામાં બીજેપી સત્તામાં આવશે તો લઘુમતીના રિઝર્વેશનનો અંત આવશે. તેલંગાણાના મ્ત્નઁ પ્રમુખે કહ્યું હતું કે જા રામરાજ્ય આવે છે તો અમે ઉર્દૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવીશું. સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ થતા બોમ્બવિસ્ફોટ માટે મદરેસા જવાબદાર છે, કારણ કે એ આતંકવાદીઓનું ટ્રેનિંગ સેન્ટર બની ગઈ છે. આપણે તેની ઓળખ કરવી જાઈએ. જા ભાજપ સત્તામાં આવે છે તો અમે તમામ મદરેસાઓને બંધ કરી દઈશું. લઘુમતીઓના રિઝર્વેશનને હટાવી દઈશું અને SC, ST, OBC અને EBCને વધારાનો કોટા આપીશું.
અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શિવલિંગ નહિ, પરંતુ ફુવારો મળ્યો છે. એવામાં ફુવારો દરેક મસ્જિદમાં હોય છે. જાકે વિવાદાસ્પદ નિવેદન આપવાના કારણે ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન, અખિલેશ યાદવ સહિત ૮ લોકો પર એડવોકેટ હરિશંકર પાંડેયે વારાણસી કોર્ટમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાવ્યો છે.