સાવરકુંડલાના ઓળીયા ગામે મહુવા-જેતપુર હાઈવે મૂળ સ્થિતિમાં નહી રાખવામાં આવે તો ઓળીયા ગામના લોકો અને ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે. દિનેશભાઈ ઝવેરભાઈ રાદડીયા અને ગ્રામજનોએ ચૂંટણી શાખાને લેખીતમાં રજૂઆત કરી છે કે, સરકાર દ્વારા મહુવા-જેતપુર સ્ટેટ રોડને નેશનલ હાઈવે નં.૩પ૧ જાહેર કરેલ છે. જે જમીન સંપાદન કરવા અંગે ભારત સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હતું.
જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ નેશનલ ઓથોરીટી દ્વારા ઓળીયા ગામના ખેડૂતોને સાથે રાખીને હાલ જે સ્ટેટ રોડ છે તે મૂળ જગ્યાએ બેથી ત્રણ વાર સર્વે કરેલ હતો અને ઓળીયા ગામે હાલ જે સ્ટેટ રોડ છે તેને જા નેશનલ હાઈવેમાં ફેરવવામાં આવે તો જગ્યાને લઈને કોઈપણ
પ્રકારની અડચણ ઉભી થાય તેમ નથી. પરંતુ રાષ્ટ્રના નાણા ચાઉં કરી જવા અને જમીનનું ઉંચુ વળતર મેળવવા જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ મોટા ગજાના આગેવાનોને અધિકારીઓની મીલીભગતથી મળતીયાઓની જમીન બિનખેતી કરાવીને ઓળીયા ગામના નવા બનતા નેશનલ હાઈવેનું એલાયમેન્ટ બદલીને જરૂર ન હોવા છતાં સત્તાના જારે આયોજનપૂર્વક ઓળીયા ગામે નેશનલ હાઈવે રોડને બિનજરૂરી બાયપાસ કરાવેલ છે. ગામના ખેડૂતોની જમીનમાંથી ખોટી રીતે બાયપાસ કઢાવીને જમીનો કપાવેલ છે અને ખેડૂતોની ખેતીલાયક જમીન નષ્ટ કરાવેલ છે.
અમો ઓળીયા ગામના ખેડૂતોની આજીવિકા માત્રને માત્ર ખેતી પર જ નિર્ભર હોય અને તેમાં થતી આવક પર અમારા પરિવારનું ગુજરાન ચાલતુ હોય છે તો આ ગામમાંથી ખોટી રીતે કઢાતો બાયપાસ બંધ રાખવા માટે અમો ખેડૂતોએ તા.પ-૧રના રોજ કલેકટર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજકોટ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સહિતનાઓને રજૂઆત કરી હતી. જા કે આજ દિન સુધી કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ ન હોવાથી જા અમારી માંગને ધ્યાને લેવામાં
નહી આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સમગ્ર ઓળીયા ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોની ચીમકીથી જિલ્લાના રાજકારણમાં ફરી વખત ગરમાવો
આવી ગયો છે.