અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતના બનાવ અટકાવવા તંત્ર ગમે તેટલા પ્રયત્ન કરે છતાં આવી ઘટના વધી રહી છે. સાવરકુંડલાના ઓળિયા ગામ પાસે પુલ પર ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે રાજુલામાં રહેતા મયુરભાઈ પ્રતાપભાઈ દવે (ઉ.વ.૪૦)એ ઈકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ત્રણ દિવસ પહેલા સાંજે સાડા ચાર વાગ્યે કનુભાઈ જાદવભાઈ દવે પોતાની મોટર સાયકલ ચલાવીને અમરેલીથી રાજુલા તરફ જતા હતા ત્યારે આરોપીએ ઇકો કારને મોટરસાયકલ સાથે સામેથી ભટકાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.કે.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.