જગન્નાથ રથયાત્રા આજે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ઓરિસ્સામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાંથી પરંપરાગત નીકળી હતી. આ ભવ્ય યાત્રામાં ભાગ લેવા માટે દેશ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જોકે,રથયાત્રાનો ઉત્સવ પુરીમાં ૧૨ જુલાઈ સુધી ચાલશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે ત્રણેય ભવ્ય રથોમાં સવાર થઈને નીકળી પડ્યા હતાં છે.
દર વર્ષે ભગવાન જગન્નાથ ૩ કિલોમીટર લાંબી યાત્રા કરીને પોતાના માસી ગુંડિચાના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જોય છે. તેના બાદ તેઓ ૭ દિવસ સુધી વિશ્રામ કરે છે અને ફરીથી જગન્નાથ મંદિર આવે છે. ૩ કિલોમીટર લાંબી આ ભવ્ય યાત્રા માટે અનેક મહિનાઓથી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે.
જગન્નાથ રથયાત્રામાં ઉપયોગમાં લેવાનાર ત્રણેય રથ ખાસ હોય છે. આ ત્રણેય રથમાં ન તો કોઈ ધાતુનો ઉપયોગ થાય છે, ન તો તેમાં એક પણ કિલ્લો ઠોકવામાં આવે છે. રથના રંગ અનુસાર લાકડાની પસંદગી કરવામાં આવે છે. જેમ ભગવાન જગન્નાથ માટે ગાઢ રંગના લીમડાનું લાકડુ અને તેમના ભાઈ-બહેન માટે હળવા રંગના લીમડાની લાકડીનો ઉપયોગ કરાય છે.
રથયાત્રા શરૂ કરતા પહેલા ભગવાનની સાથે સાથે ત્રણેય રથોની વિશેષ પૂજો અર્ચના કરવામા આવે છે. તેના બાદ જ્યારે રથયાત્રા કાઢવામાં આવે છે, તો યાત્રામાં રસ્તો સોનાની ઝાડુથી સાફ કરવામાં આવે છે. આ પરંપરા જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહી પહોંચે છે.