મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે કોરોનાથી સાજો થઈ રહેલા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યાં છે. સિંગાપુરમાં ઓમિક્રોનના નવા કેસ સામે આવી રહ્યાં છે.
રિપોર્ટમાં શું ડરામણી વાત આવી સામે, સમજો ૩ પોઈન્ટમાં (૧) ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા અને બીટાની તુલનામાં ઘણા વધારે ચેપી,(૨) કોરોનાથી સાજો થઈ રહેલા લોકો પણ થઈ રહ્યાં છે સંક્રમિત,(૩) ફરી ચેપનો ખતરો ડેલ્ટા અને બીટાની તુલનામાં ઘણા વધારે એક ૩૭ વર્ષીય વ્યક્તિને ત્યાં ઓમાઇક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જોણવા મળ્યું હતું. ૩૭ વર્ષના આ યુવાને રસીનો બંને ડોઝ લીધો હતો. આ વ્યક્તિ ૧ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાથી સિંગાપોર પાછો ફર્યો હતો. સિંગાપોરમાં કોવિડ-૧૯ના ૫૫૨ નવા કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે ૧૩ લોકોના મોત નોંધાયા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોના અહેવાલોની સમીક્ષા કરી છે અને નિષ્ણાતો પાસેથી દરેક માહિતી મેળવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું હતું કે, “જેમ વિશ્વભરમાં નવા વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેમ નજીકના ભવિષ્યમાં સિંગાપોરમાં વધુ કેસો વધવાની સંભાવના છે, તેમ આપણે શક્ય તેટલું તેનું પરીક્ષણ વધારવું પડશે. અભ્યાસોએ જોણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કોવિડ-૧૯ રસી ઓમાઇક્રોન વેરિએન્ટ પર કામ કરશે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલની રસી પણ વેરિએન્ટ પર કામ કરશે અને લોકોને ગંભીર રોગથી બચાવશે. તેથી લોકોએ શક્ય તેટલી વહેલી તકે રસીનો બંને ડોઝ લેવો જોઈએ.