દક્ષિણ આફ્રિકામાં ઓનિક્રોનના ચેપના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અધિકારીઓની એક ટીમને સર્વેલન્સ પગલાં ઝડપી બનાવવા અને દેશના ગૌટેંગ પ્રાંતમાં વાયરસના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે ત્યાં પહોંચી છે , જે કોરોના વાયરસના નવા પ્રકારનું કેન્દ્ર છે આ અંગે એક અધિકારીએ આ માહિતી આપી હતી ,તાજેતરના દૈનિક આંકડાઓ પર નજર નાખતા જોણવા મળે છે કે ૧૧,૫૦૦ નવા કેસ નોંધાયા છે અને આ પહેલા સંક્રમિતોની સંખ્યામાં ૮,૫૦૦ કેસનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ નવેમ્બરના મધ્યમાં દરરોજ ચેપના ૨૦૦ થી ૩૦૦ કેસ હતા.ચેપના લગભગ ૮૦ ટકા કેસ વધારે નોંધાયા છે..
સુત્રો જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો કેસ જે એક અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં પ્રથમ આવ્યો હતો, તે હવે વિશ્વના ઓછામાં ઓછા ૨૪ દેશોમાં નોંધાયો છે. “અમે સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસીંગમાં મદદ કરવા માટે ગૌટેંગ પ્રાંતમાં એક ટીમ તૈનાત કરી રહ્યા છીએ,” ડબ્લ્યુએચઓના આફ્રિકા માટેના પ્રાદેશિક કટોકટી નિયામક ડા. સલામ ગુએએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં એક ટીમ પહેલેથી જ જીનોમિક સિક્વન્સિંગ પર કામ કરી રહી છે. ગૌટેંગ પ્રાંત દક્ષિણ આફ્રિકાનું આર્થિક કેન્દ્ર છે અને છેલ્લા અઠવાડિયામાં ચેપના લગભગ ૮૦ ટકા કેસ નોંધાયા છે.
સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝએ જણાવ્યું હતું કે લગભગ ૭૫ ટકા નમૂનાઓમાં નવા પ્રકારની વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.દક્ષિણ આફ્રિકાના નાયબ આરોગ્ય પ્રધાન ડા. સિબોન્ગીસેની ડલોમોએ જણાવ્યું હતું કે દેશમાં હાલ વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જેના અતર્ગત હાલ દેશમાં વેકસિનેશન સેન્ટર વધુ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.