દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો કેસ સામે આવ્યા પછી વધતી જતી ચિંતાઓ છતાં પણ લોકો માસ્ક પહેરવાના નિયમોનું જોઈએ તેવું પાલન કરતાં નથી. એક સર્વેક્ષણ મુજબ દર ત્રણમાંથી એક ભારતીયનું કહેવું છે કે તેમના વિસ્તારના મોટાભાગના લોકો ઘરોમાંથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી.
ફક્ત બે ટકા લોકો જ માને છે કે તેમના વિસ્તારમાં લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરે છે. ડિજિટલ સમુદાય આધારિત પ્લેટફોર્મ (લોકલ સર્કલ) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ મુદ્દે દેશના ૩૬૪ જિલ્લાઓમાં ૨૫ હજોર લોકોના પ્રતિસાદોને આવરી લેવાયા હતા. તેમા ૨૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનો દર સારો છે.
સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બરમાં તો આ દર ફક્ત બે ટકા જ રહી ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના સ્થાપક સચિન ટપરિયાનું કહેવું છે કે તે અત્યંત જરૂરી છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારો માસ્ક પહેરવાનું પાલન કરાવવા જોગૃતિ ફેલાવે અને તેનું પાલન કરવા માટે જરુરી કાયદાકીય કાર્યવાહી કરવા પગલાં ઉઠાવે.
અહેવાલમાં કહેવાયું છે કે એક ઇન્ડોર જગ્યાએ જો ચેપગ્રસ્ત વ્યક્તિએ માસ્ક ન પહેર્યો તો તે ફક્ત દસ મિનિટમાં બીજોને વાઇરસ આપી શકે છે. ગલે ઓમિક્રોન વેરિયન્ટ અંગે ચેતવણી આપવામાં આવી રહી છે તો માસ્ક પહેરવુ જરુરી થઈ પડયું છે. આ વેરિયન્ટ વિશ્વના ૪૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.