સાવરકુંડલામાં દર શનિવારે બજાર ભરાતી હોવાથી શનિવારી બજારમાં સસ્તી વસ્તુઓ મળતી હોવાનુ જાણી આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે છે. પરંતુ શનિવારી બજારમાં ભારે ભીડ તેમજ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહિતનો ઉલાળીયો થઈ રહ્યો છે. ઓમિક્રોન વાયરસ સૌરાષ્ટ્રમાં પ્રવેશી ચુકયો છે ત્યારે શનિવારી બજારમાં તંત્ર સંતર્ક રહી કામગીરી કરે તે જરૂરી છે.