જોમનગરમાં એમીક્રોનની એન્ટ્રી બાદ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. હિંમતનગર સિવિલ સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં શંકાસ્પદ જણાતા કોરોનાના રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વિદેશથી આવતા નાગરિકોને હાઇરીસ્ક કેટેગરીમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે તેમજ જિલ્લામાં કોરોનાના વેકસિનેશનને વધુ ઝડપી બનાવાશે.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલે જણાવ્યુ હતું કે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેસ રવિવારે પણ જોવા મળ્યો નથી. જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે.
જોમનગરમાં એમીક્રોન વાયરસનો પ્રથમ કેસ બહાર આવ્યો છે ત્યારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં કોરોનાની મહામારી સામે ખૂબ જ સાવચેતી રાખવાના તમામ પગલા લેવા માટેના આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે. હિંમતનગર સહિત જિલ્લામાં આવેલી ખાનગી અને સરકારી હોÂસ્પટલોમાં પણ કોરોનાની કોઇપણ આવનારી લહેરને પહોંચી વળવા માટેની પણ કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટ સહિતના વિવિધ ટેસ્ટ માટેની અલાયદી વ્યવસ્થા કરી શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓનો રેપિડ કરવામાં આવે તેની તકેદારી રાખવા માટે પણ આદેશ કરાયા છે.