કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન ભારતમાં પ્રથમ વખત કર્ણાટક રાજ્યમાં દસ્તક આપી છે. ઓમિક્રોન ના ગભરાટ વચ્ચે રાજ્યમાં ૬૯ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ચકીમગલુર જિલ્લામાં નવોદય વિદ્યાલયમાં, ૪૦ વિદ્યાર્થીઓ/શિક્ષકો કોવિડ પોઝિટિવ હોવાનું જોણવા મળ્યું છે. તે જ સમયે, શિવમોગાની એક શાળાના ૨૯ બાળકોને પણ કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે જણાવ્યું કે ખાનગી ન‹સગ સ્કૂલમાં ૨૯ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. રેન્ડમ સેમ્પલિંગમાં આ બાળકો પોઝિટિવ જોવા મળ્યા છે અને આમાંથી મોટાભાગના બાળકોમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી.
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે બાળકોના રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન આ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હોવાનું જોણવા મળ્યું છે. શિવકુમારે કહ્યું, “આ બાળકો અલગ-અલગ રાજ્યોમાંથી આ ખાનગી ન‹સગ સ્કૂલમાં આવ્યા છે. અમે હોસ્ટેલ પરિસરને સીલ કરી દીધું છે. સંસ્થાના લગભગ ૨૯ વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત મળી આવ્યા છે.”
ડેપ્યુટી કમિશનરે કહ્યું કે આ ઘટના બાદ વિસ્તારમાં રહેતા લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અગાઉ, કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો આયોજિત ન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે આગામી બે મહિના સુધી શાળા-કોલેજોમાં કોઈપણ પ્રકારના સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે.
આપને જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ણાટકમાં પણ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ જોવા મળ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ચાર કેસ મળી આવ્યા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૮,૮૯૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨,૭૯૬ દર્દીઓના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૩,૪૬,૩૩,૨૫૫ થઈ ગઈ છે. તે જ સમયે, કોરોના મહામારીને કારણે કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૩,૩૨૬ થઈ ગયો છે.