ભારતીય ક્રિકેટર્સ આ મહિને કોવિડ- ૧૯ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાની વચ્ચે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રાજી છે કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા બાયોબબલ તૈયાર કરવામાં આવશે, તે ખેલાડીઓ માટે સુરક્ષિત રહેશે.
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ, ત્રણ વન ડે અને ચાર ટી ૨૦ ઈંટરનેશનલ મેચ રમવાની છે. ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત ૧૭ ડિસેમ્બરથી થશે. ખેલાડીઓને લગભગ સાત અઠવાડીયા લાંબા પ્રવાસ દરમિયાન આકરા માહોલમાં રમવાનું રહેશે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ નહીં બતાવાની શરત પર જણાવ્યું હતું કે, અમે દક્ષિણ આફ્રિકા જઈશું એ નક્કી છે. એવું સમજી શકાય છે કે, શનિવારે બીસીસીઆઈ એજીએમની સામાન્ય કમિટિ આના પર મંજૂરી આપી દીધી છે કે, કારણ કે, ભારતના એફટીપી પ્રવાસના વિષયમાંથી એક મહત્વપૂર્ણ એજન્ડા હતો. આ સંભવ છે કે, ભારતીય ટીમ નિશ્ચિત સમયથી થોડા દિવસ બાદ રવાના થાય. ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ પુરી કર્યાના દિવસે જ દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થવાનું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર બંધ બારણે રમાશે. પણ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો, તેમની આર્થિક Âસ્થતી ભારતીય ટીમની મુસાફરી પર નિર્ભર છે. કારણ કે, ઘણા મોંઘા ટીવી અધિકાર દાવ પર લાગ્યા છે. તો વળી બીસીસીઆઈ માટે સૌથી મોટો પોઝિટીવ પક્ષ ભારતનો હાલનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ છે. જ્યાં તે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. સૂત્રએ કહ્યું છે કે, અમને જોણકારી મળી છે કે, સીએસએ દ્વારા બનાવામાં આવેલા બાયોબબલ સુરક્ષિત છે. સાથે જ આ આંકડો સામે નથી આવ્યો કે, કોવિડ ૧૯નો નવો વેરિએલ્ટ કેટલો ઘાતક અને ગંભીર છે. સાથે જ અમને સરકાર તરફથી પણ પ્રવાસને લઈને કોઈ જોણકારી નથી મળી.
સૂત્રએ આગળ જણાવ્યું છે કે, ટીમ ટૂંક સમયમાં જ બાબલમાં દાખલ થશે અને ચાર્ટર ફ્લાઈટથી જશે.
જો કાર્યક્રમમાં મોડુ પણ થશે તો, બબલથી બબલમાં ટ્રાંસફર થશે. અને કોરન્ટાઈનની જરૂર નહીં પડે. જો કે, બીસીસીઆઈને આ મામલાથી પસાર થવા માટે દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ સ્કાવાડનું શું થશે. ભારતીય સરકારે દક્ષિણ આફ્રિકાથી પાછા ભરનારા મુસાફરો માટે ખાસ નિયમો પણ બનાવ્યા છે.