જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધને જીત હાંસલ કરી છે. ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો છે. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્યમંત્રી હશે. તેમણે વધુમાં કહ્યું કે, “લોકોએ તેમનો જનાદેશ આપ્યો છે. તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ૫ ઓગસ્ટે લીધેલા નિર્ણયને સ્વીકારતા નથી. તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ સીટ પરથી જીત્યા છે. તેમણે પીડીપીના આગા સૈયદ મુન્તાજીર મેહદીને ૧૮,૪૮૫ મતોથી હરાવ્યા. ઓમર અબ્દુલ્લાને ૩૬૦૧૦ વોટ મળ્યા જ્યારે તેમના હરીફ આગા સૈયદ મુન્તાજીર મેહદીને ૧૭૫૨૫ વોટ મળ્યા.
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ વખતે તેઓ ગાંદરબલ અને બડગામથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. બડગામ વિધાનસભા બેઠક પર કુલ ૮ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જેમાંથી ત્રણ અપક્ષ હતા. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીડીપી તરફથી આગા સૈયદ મુન્તઝીર મેહદી, જમ્મુ અને કાશ્મીર અવામી નેશનલ કોન્ફરન્સ તરફથી આગા સૈયદ અહેમદ મૂસવી, એસપી તરફથી ગઝનફર મકબૂલ શાહ અને ચૂંટણી લડ્યા હતા. આ સિવાય મુખ્તાર અહેમદ ડાર, મેહરાજ ઉદ દિન ગનાઈ અને નઝીર અહેમદ વાનીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. આ વખતે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એકસાથે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા અને આ સીટ નેશનલ કોન્ફરન્સના ખાતામાં આવી. આવી Âસ્થતિમાં આ વખતની ચૂંટણી અહીં ખાસ બની હતી.