જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. દરમિયાન સમાચાર મળ્યા છે કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલથી ઉમેદવારી નોંધાવી છે.
સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર છે કે તેઓ બડગામ વિધાનસભા સીટ પરથી પણ ચૂંટણી લડી શકે છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ઓમર અબ્દુલ્લા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના માથા પરથી ટોપી હટાવી લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. ઉમરે લોકોને કહ્યું કે હું તમને હાથ જાડીને અપીલ કરું છું કે ચૂંટણીમાં મારા સન્માનની રક્ષા કરો.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘મેં ગાંદરબલથી (નોમિનેશન) ફોર્મ ભર્યું છે. કોણ ક્યાંથી ચૂંટણી લડે છે તેની વાત ના કરીએ. ગાંદરબલના લોકોએ મને ત્રણ વખત સંસદ સભ્ય તરીકે અને એક વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યો છે. મેં ઈશફાક જબ્બાર માટે મારી સીટ એટલા માટે છોડી દીધી કારણ કે મેં તેમને તેમ કરવાનું વચન આપ્યું હતું અને પછી તેઓ ધારાસભ્ય બન્યા પણ તેમણે ગાંદરબલના લોકોને દગો આપ્યો. આજે અમે ગાંદરબલના વિકાસ માટે ચૂંટણી લડવાના છીએ.
તાજેતરમાં જ ઓમરે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો રજૂ કરવાનો અને તેમની બેઠકો ઓછી કરવાનો છે. એનસીના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે પીર પંચાલ અને ચિનાબ સહિત જમ્મુમાં ચોક્કસ જાડાણની જરૂર છે. તેમણે કહ્યું કે, ‘અમારો પ્રયાસ ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાનો છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તેઓ ઓછામાં ઓછી સીટો જીતે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘અમે કોઈ સિદ્ધાંત છોડ્યો નથી. અમે જે લડાઈ લડવાના છીએ તેમાં વિધાનસભાની પોતાની ભૂમિકા છે. હું લોકોને શું કહું કે તેઓ વિધાનસભામાં મતદાન કરે અને તેમના નેતાઓને ચૂંટે? પણ હું આ સભામાં માનતો નથી.
ભત્રીજાવાદના સવાલ પર એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જેઓ મારા પર આ આરોપો લગાવી રહ્યા છે. તેમના જ સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે. જા તેઓ તેમના સિદ્ધાંતો પર આટલા કડક છે, તો તેઓએ તેમાંથી સંપૂર્ણપણે બહાર થવું જાઈતું હતું. તમારા સ્વજનોને ઉમેદવાર બનાવીને તમારા સગાઓને બહાર રાખવાનો શો ફાયદો?